‘હાર્દિકને માત્ર હોટેલની ખબર છે કે જ્યાં સીડી બનાવવી શક્ય છે’, એક ટ્વીટ પર લોકોએ કર્યો ટ્રોલ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ભારતીય વાયુસેનાના ગુમ થયેલા એએન-૩૨ વિમાનનો કાટમાળ અરૂણાચલના સિયાંગમાં મળી આવ્યો છે, જોકે કોંગ્રેસમાં જોડાયેલા અને પોતાનું અસત્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહેલા હાર્દિક પટેલે કંઈ જાણ્યા-સમજ્યા વિના ફિલ્મી સ્ટાઈલમાં એવું ટ્વિટ કર્યું હતું કે, ‘ચીન મુર્દાબાદ થા ઓર મુર્દાબાદ રહેગા. ચીન હમારા વિમાન ઓર જવાન વાપિસ કરે. મોદી સાહબ ચિંતા મત કરો, હમ સબ આપકે સાથ હૈ, ચીન પર ર્સિજકલ સ્ટ્રાઈક કીજિયે ઓર હમારે જવાન વાપિસ લાઈએ.’

હાર્દિકની આ ભૂલભરેલી ટ્વિટ બાદ લોકોએ ટ્રોલ કરીને તેનો વારો કાઢયો હતો. લોકોએ હાર્દિકનો ઉધડો લેતાં લખ્યું કે, પ્લેનનો ભંગાર તો અરૂણાચલમાં મળ્યો છે. તે ક્યારથી ચીનનો ભાગ બની ગયું. સમાચારો પર ધ્યાન આપો. તો અન્ય એ લખ્યું કે, હાર્દિક બિચારાને કઈ રીતે ખબર કે અરૂણાચલ ક્યાં છે, બેટા, તું નઈ સીડી બનાને મેં મસ્ત હૈ.

હાર્દિક પટેલને તેના કરન્ટ અફેર નોલેજને લઈ ટ્રોલ કરતાં એવી ટિખળ કરી હતી કે, હાર્દિક એક પોર્ન સ્ટાર છે, આ સિવાય તે કોપી-પેસ્ટ કરે છે. ‘સીડી વાલે બાબુ કા જનરલ નોલેજ બડા કમજોર હૈ’. લોકોએ રોષ ઠાલવતાં કહ્યું કે, તે પાટીદાર સમાજના ખભે બંદૂક ફોડનારો અને ઐયાશ છે. આ હાર્દિક પટેલ હજુ સુધી સમજ્યો નથી કે તેને હાર અને થપ્પડ કેમ પડી, દરેક વખતે રાજકારણ રમવું યોગ્ય નથી. કોઈ વાતનું નોલેજ નથી પણ માત્ર નેતા બનીને ચમકવું છે ચનમ ને.

અન્ય એકે કહ્યું કે, હાર્દિક પટેલને માત્ર એટલી જ ખબર છે કે કયા મહિનાની સીડી ક્યાં મૂકી છે. તેને માત્ર હોટેલ ખબર છે, જ્યાં સીડી બનાવવું શક્ય છે. ગુજરાતના લોકોએ પણ હાર્દિકને મહત્ત્વ આપ્યું નથી. ભાજપ ૨૬માંથી ૨૬ લોકસભા બેઠક જીત્યું છે. આ સીડીબાજને એ ખબર નથી કે, અરૂણાચલ પ્રદેશ ભારતમાં છે. કેટલાકે એવું પૂછયું કે, તને કઈ રીતે ખબર પડી કે, ભારતનું આ વિમાન ચીનના કબજામાં છે. કેટલાકે ફેક્ટ ચેક કર્યા વિના ટ્વિટ નહિ કરવા સલાહ આપી હતી.