ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકારની ઝુંબેશ હેઠળ ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં 200થી વધારે અધિકારીઓને દબાણપૂર્વક નિવૃત્તી લેવાની ફરજ પાડી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદોમાં સરકાર અત્યાર સુધી 600થી વધારે સરકારી અધિકારીઓ પર કાર્યવાહી કરી ચૂકી છે. જેમાં 400થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓના પ્રમોશન રદ કરી બીજી જગ્યાએ મોકલી દેવામાં આવ્યા છે. આ અધિકારઓમાં મોટેભાગે IAS અને IPA અધિકારીઓનો સમાવેશ થાય છે.
યૂપી સરકારાના પ્રવક્તા શ્રીકાંત શર્મા મુજબ યોગી સરકારે વિતેલા બે વર્ષ દરમિયાન ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે કાર્યવાહી કરી છે તે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ મોખરે છે. તેમના મુજબ સરકારે 200થી વધારે અધિકારી અને કર્મચારીઓને દબાણપૂર્વક નિવૃત્તી લેવાની ફરજ પાડી છે અને સોથી વધારે અધિકારીઓ સરકારના રડારમાં છે.
ઉલ્લેખનીય છે કે, ગત મહિનાની 20 તારીખે સચિવાલયની બેઠક દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓને ચેતવતા જણાવ્યું હતું કે અપ્રામાણિક અને ભ્રષ્ટાચાર અધિકારીઓ અને કર્મચારીઓ માટે સરકારમાં કોઇ સ્થાન નથી. તેમણે તાત્કાલિક વીઆરએસ આપવું. આ સિવાય જે અધિકારીઓની કાર્યશીલતા પર શંકા છે, જેમની વિરુદ્ધ ફરિયાદો છે તેમની એક યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો.
બેઠક દરમિયાન સીએમ યોગીએ ઇ-ઓફિસની ધીમી કાર્યશૈલી પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.સીએમના માર્ગદર્શન પછી સચિવાલયમાં બોયોમેટ્રિક એટેન્ડેન્સ વ્યવસ્થા લાગૂ કરવામાં આવી હતી. આ સિવાય વિધાનસભા, સચિવાલયમાં પાન-ગુટખા પર 500 રુપિયોનો દંડ લાગૂ કરવામાં આવ્યો હતો.

