મોતીલાલ વોરા બની શકે છે વચગાળાના કોંગ્રેસ અધ્યક્ષ

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભાની ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વિકારી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે અને સાથે જ જલ્દી જ નવા અધ્યક્ષ ચૂંટવાનું પણ પાર્ટીને સુચન કર્યું છે. જો કે આ વચ્ચે જાણવા મળી રહ્યું છે કે, મોતીલાલ વોરા પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. સુત્રોનું માનીએ તો જ્યાં સુધી પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે નહી ત્યાં સુધી મોતીલાલ વોરા પાર્ટીના વચગાળાના અધ્યક્ષ પદ પર બની રહેશે.

કોંગ્રેસના બંધારણ પ્રમાણે, અધ્યક્ષના રાજીનામાની સ્થિતીમાં પાર્ટીના સૌથી સિનિયર મહાસચિવને વચગાળાના પ્રમુખનો પદભાર આપવાની જોગવાઇ છે. તેથી મોતલાલ વોરા સૌથી સિનિયર નેતા છે. પરંતુ ન્યૂઝ એજન્સી પ્રમાણે મોતીલાલ વોરાને હજી સુધી સંબંધિત કોઇ સુચના નથી મળી.