પશ્ચિમ બંગાળમાં કટ મનીના મુદ્દે સતત હંગામો થઇ રહ્યો છે. ત્યારે આ મામલો હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે. ભાજપ અને ટીએમસીના સાંસદો વચ્ચે સંસદમાં આ મુદ્દે આકરી ટીકા-ટીપ્પણી પણ થઇ હતી. ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ કટ મની મુદ્દે સંસદમાં ટીએમસી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેથી મમતા સરકાર કઠેડામાં આવી ગઇ છે. મમતા સરકાર પર આરોપ છે કે નીચેથી લઇને ઉપર સુધી ટીએમસીના કાર્યકરોથી લઇને નેતા સુધી દરેક વ્યક્તિ કટ મની લઇ રહ્યા છે. તાજેતરમાં મમતા બેનર્જીએ તેને લઇને જ્યારે કાઉન્સિલર્સની સાથે બેઠક યોજી તો ત્યાં પણ આ વાતનો ઉલ્લેખ થયો હતો. જે અંગેનો વીડિયો પણ વાઇરલ થયો હતો. ભાજપના આરોપ છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ઇશારે કટ મનીનું દુષણ ચાલી રહ્યું છે. જેના દ્વારા ટીએમસીને નાણા મળી રહ્યા છે.

