PM મોદીને મળેલી 2700 ભેટ-ઉપહારની ઓનલાઇન હરરાજી કરાશે, ન્યૂનતમ કિંમત છે આ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વડાપ્રધાન નરેેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી અનેક ભેટ-સૌગાદો મળે છે. પીએમ મોદી જ્યારે પણ કોઇ દેશનો પ્રવાસ કરે છે ત્યારે તેમને અચૂક જે-તે રાષ્ટ્રનાં વડા તરફથી ઉપહાર આપવામાં આવે છે. જો કે પીએમ મોદીને મળતી ભેટ-ઉપહારની હરરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2,700થી વધુ મળેલા ઉપહારોની 14 સપ્ટેમ્બરે ઓનલાઇન હરરાજી કરવામાં આવશે. કેન્દ્ર સરકારનાં સંસ્કૃતિ કાર્ય મંત્રી પ્રહલાદ પટેલે આ બાબતની માહિતી આપી હતી. તેમણે જણાંવ્યું કે, વડાપ્રધાનને મળેલી કુલ 2,772 ભેટની ઓનલાઇન હરરાજી કરવામાં આવશે. તેમણે જણાંવ્યું કે, સ્મૃતિ ચિન્હનું ઓછામાં ઓછું મૂલ્ય 200 રૂપિયા છે, અને વધુમાં વધુ કિમત અઢી લાખ રૂપિયા છે.

આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયેલી હરરાજીમાં વડાપ્રધાન મોદીને મળેલા 1,800થી વધુ ભેટ-મોમેન્ટો વેચવામાં આવ્યા હતાં. હરરાજીમાંથી થતી આવકને નમામિ ગંગે પ્રોજેક્ટ માટે દાન કરવામાં આવશે. જે ગંગાની સફાઇ માટે કેન્દ્ર સરકારની એક પરિયોજના છે.