આખરે અણ્ણાએ ઉપવાસ છોડ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સમાજ સેવક અણ્ણા હઝારેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કર્યા બાદ મંગળવારે ઉપવાસ તોડયા હતા. ફડણવીસના જણાવ્યા અનુસાર તેમણે અણ્ણાની તમામ માગ પૂરી કરી હતી. ફડણવીસે પાકના દર માટે સમિતિ સ્થાપન કરવા, તેમાં હઝારેએ સૂચવેલા સભ્યોને નિયુક્ત કરવા, લોકાયુક્તના નવા કાયદા માટે સમિતિ સ્થાપિત કરવી, લોકપાલ નિયુક્તિની પ્રક્રિયા ઝડપી બનાવવાની ખાતરી આપી હતી. અણ્ણાએ સાતમા દિવસે ઉપવાસ તોડ્યા હતા. અગાઉ અણ્ણા હઝારેની તબિયત લથડવાના સમાચારો બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બે અન્ય પ્રધાન તેમને મળ્યા હતા અને ઉપવાસ પાછાં ખેંચવા વિનંતી કરી હતી. લોકપાલ અને ખેડૂતોના પ્રશ્ર્નો મામલે ઉપવાસમાં બેઠેલા હઝારેએ સાડાચાક કિલોગ્રામ વજન ઘટાડ્યું હોવાના અહેવાલો પ્રસારિત થયા હતા. કેન્દ્રીય પ્રધાનો રાધામોહન સિંહ અને સુભાષ ભામરે પણ તેમને મળ્યા હતા. તેમના એક સમર્થકે જણાવ્યું હતું કે અણ્ણા કેન્દ્ર અને રાજ્યમાં લોકપાલની નિમણૂક મામલે નારાજ છે, જો મુખ્ય પ્રધાન આ અંગે કોઈ ખાતરી આપશે તો જ ઉકેલ આવી શકે તેમ છે. અણ્ણાએ રાળેગણ સિદ્ધિ ખાતે મંદિરના પ્રાંગણમાં ત્રીસમી જાન્યુઆરીથી ઉપવાસ શરૂ કર્યા હતા. તેમણે અગાઉ સરકાર દ્વારા આપવામાં આવેલા પદ્મશ્રી સન્માનને પણ પરત કરવાની ચેતવણી આપી હતી.