મુંબઈમાં મોનોરેલનો બીજો તબક્કો માર્ચથી શરૂ થશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મોનોરેલનો વડાલાથી જૅકોબ સર્કલ સુધીનો બીજો તબક્કો માર્ચમાં શરૂ કરવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમૅન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ લીધો છે. આ અંગે એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મોનોરેલના સ્પેર પાર્ટ્સ વિદેશથી મુંબઈમાં દાખલ થઇ ગયા છે. જે હાલમાં જેએનપીટીમાં છે. એકાદ બે દિવસમાં તે મોનોરેલના વડાલા ખાતેના કારશેડમાં આવી જશે. હાલમાં ખોટકાયેલી પડેલી મોનોરેલ પૈકી ઓછામાં ઓછી બે મોનોરેલનું સમારકામ કરીને માર્ચ સુધીમાં મોનોરેલના બીજા તબક્કાને પણ કાર્યરત કરી દેવાની અમારી યોજના છે. નોંધનીય છે કે મોનોરેલનો ચેમ્બુર-વડાલા-જૅકોબ સર્કલ સુધીનો સંપૂર્ણ કોરિડોર તૈયાર થઇ ચૂકયો છે, પરંતુ અપૂરતી મોનોરેલની સંખ્યાને કારણે હાલમાં માત્ર ચેમ્બુરથી વડાલા સુધીનો રૂટ જ કાર્યરત છે. એમએમઆરડીએ પ્રશાસન પાસે હાલમાં માત્ર ચાર જ મોનોરેલ છે, જે ચેમ્બુરથી વડાલા વચ્ચે દોડી રહી છે. બાકીની છ મોનોરેલ ખોટવાયેલી પડી છે.