મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર પદે નાનાભાઉ પટોલે બિનહરીફ ચૂંટાયા

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર પદે નાનાભાઉ પટોલેની પસંદગી થઈ છે. નાનાભાઉ પટોલે કોંગ્રેસના ધારાસભ્ય છે. અગાઉ ભાજપે પોતાના સ્પીકર કેન્ડિડેટનું નામ પરત ખેંચી લીધું હતું. 

ભાજપે આ પદ માટે કિસાન કઠોરેનું નામ પ્રસ્તાવિત કર્યુ હતું પરંતુ આજે સ્પીકર પદની ચૂંટણી થાય તે પહેલાં તેઓએ કિસાન કઠોરેનું નામ પાછુ ખેંચી લીધું હતું. સવારે સાડા દશ વાગ્યા સુધીમાં નામ પરત લેવાનો સમય હતો.

નાના પટોલેની બિનહરીફ સ્પીકર તરીકે વરણી

ભાજપે કહ્યું કે અન્ય પાર્ટીનો અનુરોધ જોતા સ્પીકર ચૂંટણી નિર્વિરોધ થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ પક્ષની બેઠક થઈ હતી અને આ નિર્ણય લેવાયો હતો. ભાજપે નામ ખેંચતા સ્પીકર પદ માટેની ચૂંટણી ટળી હતી અને નાના પટોલે નિર્વિરોધ સ્પીકર તરીકે વરાયા હતા. નાના પટોલેએ સ્પીકરનો પદભાર પણ સંભાળી લીધો છે.