લાંબા સમયની રાહ જોયા બાદ અંતે શિવરાજસિંહ ચૌહાણની કેબીનેટનું ગઠન મંગળવારે કરવામાં આવ્યું. સામાન્ય લોકોથી મંત્રી બનવા સુધીની ઉમ્મીદો લઈને બેસેલા નેતાઓ માટે આ ખ્વાહીશ પુરી કરવા જેવું હતું. કોરોના સંકટથી લડી રહેલા મધ્યપ્રદેશના લોકોની એક બરાબરાની કેબિનેટની ઉમ્મીદ હતી. તો મોટાપ્રમાણમાં ધારાસભ્યો પણ પોતાના મંત્રી બનવાની રાહ જોઈ બેઠા હતા. ત્રણ દિવસ પહેલા એવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી કે પહેલા ચરણમાં એક ડઝન જેટલાને મંત્રી બનાવાશે.
માત્ર પાંચ લોકોને જ શપથ લેવડાવી
મુખ્યમંત્રી કાર્યાલયથી તેમના માટે ગાડીઓ અને ઓફિસોની વ્યવસ્થા કરવાનો નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે માત્ર પાંચ લોકોને જ શપથ લેવડાવી અને તેના સાથે જ સવાલો ઉઠવા લાગ્યાં કે, શિવરાજે આટલી નાની કેબિનેટની જાહેરાત કેમ કરી, સવાલ એ પણ છે કે, તે તેની મજબુરી છે કે પછી તેની પસંદ.
સત્તા છીનવવા માટે ભાજપે એડી ચોટીનું જોર લહાવ્યું
કમલનાથના નેતૃત્વની કોંગ્રેસ સરકાર પાસેથી સત્તા છીનવવા માટે ભાજપે એડી ચોટીનું જોર લહાવ્યું હતું. જુદા જુદા ગ્રુપોને સાથે રાખીને ચાલવું તે તેની મજબુરી હતી. સરકાર બની ગયા બાદ તમામ ગ્રુપોને સત્તામાં પોતાના પ્રતિનિધિત્વ કરવા માટે ઉતાવળા થઈ રહ્યાં હતાં. પરંતુ સીએમ શિવરાજ જાણી જોઈને પણ કોઈ પણ ગ્રુપને સંતોષ નથી કરી શકતા. એવામાં પાર્ટીએ વચ્ચેનો રસ્તો શોધ્યો છે જેમાં તમામ ગ્રુપોને સાંકેતિક પ્રતિનિધિત્વ દેવાની કોશીષ પણ કરવામાં આવી રહી છે. આ અંગે વિપક્ષની પાર્ટીઓ જ નહી પણ ભાજપ પણ વિધાનસભામાં મંત્રીમંડળમાં થઈ રહેલી ઢીલાશથી ખુશ ન હતી.
મહત્વપૂર્ણ વિભાગોના મંત્રીઓ નહી હોવા પર નારાજગી
વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવી રહી હતી કે, સત્તાએ આવવાની જલ્દીમાં ભાજપે કમલનાથની સરકાર તો પાડી દીધી પણ હવે કેબિનેટનું ગઠન પણ ના કરી શકી. સ્વતંત્ર રાજનીતિક વિશ્લેષકો પણ કોરોનાના સંકટભર્યા સમયમાં પ્રદેશમાં સ્વાસ્થ્ય અને ગૃહ જેવા મહત્વપૂર્ણ વિભાગોના મંત્રીઓ નહી હોવા પર નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ ગતિથી આગળ વધી રહ્યો છે. એવામાં શિવરાજ માટે કેબિનેટનું ગઠન કરવામાં મોડુ કરવુ કેટલું યોગ્ય ગણાય. જે પાંચ મંત્રીઓએ શપથ લીધી તેમાં કમલ પટેલના નામે આશ્ચર્ય સર્જયું હતું. કમલ પટેલ પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી દળના માનવામાં આવે છે.
ગેરકાયદે ખનનને લઈને કેટલાક આરોપ
શિવરાજની પાછલી સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. તે દરમયાન તેની જ સરકાર પર ગેરકાયદે ખનનને લઈને કેટલાક આરોપ લગાવ્યા હતા. જેના કારણે સીએમ શિવરાજને નીચું જોવા જેવું થયું હતું. માનવામાં આવી રહ્યું છે કે, શિવરાજ તેને કેબિનેટમાં સામેલ નહી કરે, પણ એવું ના થઈ શક્યું. આ સિવાય સોમવારે સાંજ સુધી સીએમ શિવરાજ ગોપાલ ભાર્ગવ અને ભૂપેન્દ્રસિંહને મંત્રી બનાવવાની કોશીષો કરી રહ્યાં હતાં. પણ તેમને પણ કેબિનેટમાં જગ્યા ન મળી. આ જ બંને નેતાઓ બેંગલોરથી કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા લઈને આવ્યાં હતાં.
કોને શુ મળ્યું
મંત્રી મંડળમાં નરોત્તમ મિશ્રાને લેવામાં કોઈ વાંધો હતો નહીં. કમલનાથની સરકાર પાડવા માટે તેમની ભૂમિકાને જોઈ શિવરાજ સરકારમાં તેને નંબર બેની પોઝીશન મળવાની પહેલેથી જ પુરી સંભવનાઓ હતી. તુલસી સિલાવડ અને ગોવિંદસિંહ રાજપુત કેબિનેટમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના ગ્રુપના પ્રતિનિધિ છે. સિલાવટ કમલનાથની સરકારમાં સ્વાસ્થ્ય અને પરિવહન મંત્રી હતાં. મંત્રીમંડળમાં જ્ઞાતિ આધારીત સમિકરણો સાધવા માટે ગોપાલ ભાર્ગવ અને ભૂપેન્દ્રસિંહ જેવા કદાવર નેતાઓની દાવેદારીને હાલ પુરતી હોલ્ડ પર રાખી છે.
કોણ છુટ્યું
સિંધિયાની સાથે કોંગ્રેસથી બહાર ગયેલા બિસાહૂલાલસિંહ, એંદલસિંહ કસાના અને હરદીપસિંહ ડંગને ભાજપ નેતોઓએ વ્યક્તિગત રુપે મંત્રીમંડળમાં સમાવેશ કરવા માટે ભરોસો આપ્યો હતો. સિંહ અને ડંગ આમ પણ સિંધિયાના નજીકના સમર્થકોમાં ગણના થતી નથી. પણ નાની કેબિનેટના કારણે હાલ મંત્રી બનાવવામાં આવ્યાં નથી.
કોરોનાથી વધારે ચૂંટણીની ચિંતા
કેબિનેટના ગઠન પર કોંગ્રેસ વિધાયક અને પૂર્વ મંત્રી જીતુ પટવારીએ જણાવ્યું કે, મધ્યપ્રદેશની સાથે અન્યાય છે. કોરોનાના સંકટ વચ્ચે પણ ભાજપ રાજનિતી કરી રહી છે. રાજનિતી વિશેષકોનું પણ કહેવું છે કે, ભાજપ હાલ વિધાનસભાની ચૂંટણી પર જ ટકી છે. છ મહિનામાં 22 સીટો પર ચૂંટણી હોવાના કારણે ભાજપનો લક્ષ્યાંક તેમાં વધારે સીટો જીતને સંખ્યાબળ વધારી પોતોના પક્ષમાં કરવાનો છે. તેના જ કારણે અલગ અલગ ગ્રુપોને એક સાથે રાખવાની કોશિષ કરાઈ રહી છે. તે મંત્રીપદની લોલીપોપને સામે રાખીને ગ્રુપોને અસંતુષ્ટ થવાનો મોકો દેવા માંગતી નથી.