કોરોનાનો વ્યાપ ઓછો થવાની હાલ સંભાવના નથી તેથી મેગામોલ્સ કે મોટા શોપિંગ સેન્ટરો હાલ શ થઇ શકે તેમ નથી, યારે બજાર ખૂલશે ત્યારે ભારે ડિસ્કાઉન્ટથી વસ્તુનું ફરજીયાત વેચાણ કરવું પડશે
કોરોનાના કારણે લોકડાઉનના સમયમાં મોલ્સ કલ્ચર અને શોપિંગ ફેસ્ટિવલ જેવી હાઇફાઇ સુવિધા બધં હોવાથી ગુજરાતના બજારોમાં ફરીથી કરિયાણાની દુકાનો પર ભીડ જામી છે. મહત્વની બાબત એવી છે કે લોકો હવે કવોલિટી નહીં પરંતુ વસ્તુ મળે છે તેને વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે. બ્રાન્ડેડ ચીજોની ખપત ઓછી થઇ ચૂકી છે અને લોકલ બ્રાન્ડ સામે આવી છે.
કન્યુમર ગૂડઝ બનાવતી નાની અને પ્રાદેશિક કંપનીઓએ ડઝન જેટલી કેટેગરીમાં રાષ્ટ્ર્રીય કંપનીઓ કરતાં ચડિયાતું પ્રદર્શન કયુ છે, કારણ કે, ગ્રાહકો બ્રાન્ડ પ્રત્યેની વફાદારીને ભૂલીને અત્યારે દુકાનમાં જે માલ મળે તે ખરીદી રહ્યા છે. ગુજરાતના શહેરોમાં કરિયાણાની દુકાનો સિવાય કઇં ખુલ્લુ નથી તેથી તેમને જરી આવશ્યક ચીજવસ્તુઓ મળી રહી છે, જો કે તેમને બ્રાન્ડેડ વસ્તુ મળતી નથી.
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં હેન્ડ સેનિટાઇઝર કેટેગરીમાં ટોચની ત્રણ બ્રાન્ડસનો હિસ્સો ૮૫ ટકાથી ઘટીને માર્ચમાં ૩૯ ટકા થઈ ગયો હતો કારણ કે, આ સેગમેન્ટમાં ૧૫૨ જેટલી નવી કંપનીઓએ પ્રવેશ કર્યેા હતો. પેકેડ રાઇઝ કેટેગરીમાં પણ ટોચની ત્રણ બ્રાન્ડસનો સંયુકત હિસ્સો ફેબ્રુઆરીના ૭૨ ટકાથી ઘટીને માર્ચમાં ૬૪ ટકા થઈ ગયો હતો. જો કે એપ્રિલમાં હિસ્સામાં ઘણો મોટો ઘટાડો આવ્યો છે.
બજારના તાજા અભ્યાસ પ્રમાણે, ૬૫ ટકા ગ્રાહકોએ નવી અથવા તો વૈકલ્પિક બ્રાન્ડસનો અનુભવ કરવાનું પસદં કયુ હતું અને આમાંથી ૧૦ ટકા ગ્રાહકો હવે આ નવી બ્રાન્ડની પ્રોડકટ ખરીદવા માંગે છે. લોટ, કઠોળ, મસાલા અને ખાધ તેલ જેવી કેટેગરીમાં નવી બ્રાન્ડસનું વેચાણ વધ્યું છે. સ્થાનિક સ્તરે સક્રિય હોય તેવી બ્રાન્ડસે સપ્લાય ચાલુ રાખીને બજાર હિસ્સો વધારવામાં સફળતા મેળવી છે.
ઘણી કંપનીઓએ લોકડાઉન દરમિયાન કાચો માલ મેળવવાથી લઈને મેન્યુફેકચરિંગ કરવા સહિતની સપ્લાય ચેઇનમાં મુશ્કેલીનો સામનો કર્યેા છે. ઉપરાંત, મજૂરોની અછત હોવાથી છેવાડાના વિસ્તારો સુધી ડિલિવરીનો પણ પડકાર છે. જે બ્રાન્ડસ જોરશોરથી જાહેરાતો કરે છે પણ દુકાનમાં કે રિટેલ સ્ટોર્સમાં તેનો માલ જ ઉપલબ્ધ ન હોય તો કોઈ મતલબ રહેતો નથી, જેની સામે પ્લાનિંગ કરીને દુકાનોમાં હાજરી નોંધાવવા પાછળ મહેનત કરનારી બ્રાન્ડસને સફળતા મળી છે.
લોકલ અને પ્રાદેશિક કંપનીઓના પ્રોડકશન યુનિટ નાના હોય છે અને તે માર્કેટપ્લેસની નજીક પણ હોય છે, જેના કારણે સમય બચે છે. તેમને ઇન્ટર-સ્ટેટ પરિવહનની પ્રક્રિયા પણ નડતી નથી. લોકડાઉનના પ્રારંભિક દિવસોમાં ગ્રાહકોએ પેનિક બાઈંગ કરીને તેમની મનગમતી અને પ્રખ્યાત બ્રાન્ડસ ખરીદી લીધી હતી પરંતુ પછી આવી બ્રાન્ડસ મળવાનું બધં થઈ ગયું એટલે દુકાનમાં જે પણ બ્રાન્ડ ઉપલબ્ધ હોય તેનાથી ચલાવી લીધું હતું. છેલ્લા બે મહિનાથી લોકોની ખરીદીનો ટ્રેન્ડ બદલાયો છે.
નિષ્ણાતો માને છે કે, લોકલ બ્રાન્ડસની કિંમત ઓછી હોય છે અને ગ્રાહકોને અત્યારે તેની આદત પડી રહી છે, જેના કારણે લાંબા ગાળે મોટી રાષ્ટ્ર્રીય બ્રાન્ડસની સમસ્યા વધી શકે છે. ઓનલાઇન ગ્રોસરીનું વેચાણ કરતી કંપની માને છે કે ગ્રાહકોની પ્રથમ પસંદગીની બ્રાન્ડસની જેમ આ વૈકલ્પિક બ્રાન્ડસ પણ સમાન અનુભવ આપી શકશે તો લોકડાઉન પૂરો થયા પછી પણ આ ટ્રેન્ડ જોવા મળશે. સામાન્ય રીતે મોટા મોલ્સમાં સ્થાનિક કરતાં રાષ્ટ્ર્રીય અને આંતરરાષ્ટ્ર્રીય બ્રાન્ડની સંખ્યા વધારે હોય છે અને તે ગ્રાહકોને લલચાવતી હોય છે પરંતુ હાલના કપરાં સમયમાં મોલ અને મોટા શોપિંગ સેન્ટરો શ થયા નથી તેથી તેમની ચીજવસ્તુઓ માર્કેટમાં નથી. મોલ્સમાં બધં રહેલી ગ્રોસરીની ચીજવસ્તુઓનું સસ્તામાં સેલથી વેચાણ થાય તે દિવસો દૂર નથી.
લોકડાઉન જાહેર થયું ત્યારથી માર્કેટની લીડર અને અગ્રણી બ્રાન્ડસના બજાર હિસ્સામાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે ત્યારે મોટા ભાગના રિટેલર્સ અને ઇ-ગ્રોસર્સના પ્રાઇવેટ લેબલ વેચાણમાં વધારો નોંધાયો છે. ડેરી, ચોખા અને ઘઉં જેવા સ્ટેપલ્સના કુલ વપરાશમાં બ્રાન્ડેડ પ્રોડકટસનો હિસ્સો ૧૦ ટકાથી પણ ઓછો હોય છે.
ચા જેવી કેટેગરીમાં નાની કંપનીઓ અને લૂઝ ટી ઓપરેટર્સનો બજારહિસ્સો ૪૦ ટકા છે અને કેટલીક કંપનીઓ તો માત્ર એક પ્રદેશ કે જિલ્લામાં જ બિઝનેસ કરે છે. ભારતમાં યારે મોલ્સ શ થયા હતા ત્યારે કરિયાણાની દુકાનોના સંચાલકોએ ધંધો પડી ભાંગવાના કારણે હડતાલનું એલાન કયુ હતું પરંતુ તે ટકી શકયું ન હતું, કારણ કે બજારમાં સંખ્યાબધં મોલ્સ ખૂલી ચૂકયાં હતા.

