કોરોના મહામારી: દેશમાં કુલ મૃત્યુઆંક 779, કેસ વધીને 24942 થયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સ્વાસ્થ મંત્રાલયની તાજેતરની માહિતી મુજબ દેશમાં કોરોના મહામારીમાં મૃત્યુઆંક વધીને 779 થઇ ગયો છે જ્યારે કુલ કેસનો આંકડો 24942એ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં અન્ય 56 કોરોનાગ્રસ્ત દર્દીઓ દમ તોડ્યો છે જ્યારે 1490 નવા કેસ સામે આવ્યા છે.

આ સિવાય દેશભરમાં 18,953 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે કુલ દર્દીઓ પૈકી 5209 લોકો કોરોના સામેની જંગ જીતવામાં સફળ રહ્યા છે. આ આંકડો કુલ કેસનો 20.88 ટકાનો હિસ્સો છે. દેશના કુલ કેસોમાં 111 વિદેશી નાગરિક પણ સામેલ છે. 

વિતેલા 24 કલાકમાં 56 દર્દીઓના મોત થયા છે જેમાં મહારાષ્ટ્રના 18, ગુજરાતના 15, મધ્યપ્રદેશના 9, દિલ્હી અને પશ્ચિમ બંગાળના 3-3, આંધ્રપ્રદેશ, તમિલનાડૂ અને ઉત્તર પ્રદેશના 2-2, પંજાબ અને કેરળનો એક-એક દર્દી સામેલ છે. આ મહામારીમાં અત્યાર સુધી 779 દર્દીઓના મોત થયા છે જેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 301, ગુજરાતમાં 127, મધ્ય પ્રદેશમાં 92, દિલ્હીમાં 53, આંધ્ર પ્રદેશમાં 31, રાજસ્થાનમાં 27 અને યુપી તથા તેંલગાણામાં 26-26 લોકોના મોત થયા છે. કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં 18-18, પંજાબમાં 17, જમ્મુ-કાશ્મીરમાં પાંચ, કેરળમાં ચાર, ઝારખંડ-હરિયાણામાં 3-3 લોકોના મોત થયા છે. બિહારમાં બે દર્દી જ્યારે મેઘાલય, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને આસામમાં 1-1 વ્યક્તિ કોરોનાના લીધે મૃત્યુ પામી છે. 

સ્વાસ્થ મંત્રાલય દ્વારા શનિવાર સાંજ સુધી જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ 6817 મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. જે પછી ગુજરાતમાંથી 2815, દિલ્હીમાંથી 2514, રાજસ્થાનમાંથી 2034, મધ્ય પ્રદેશમાંથી 1952, યુપીમાંથી 1778 કેસ સામે આવ્યા છે. આ સિવાય તમિલનાડૂમાં આકંડો વધીને 1755 થયો છે, આંધ્ર પ્રદેશમાંથી કુલ 1061, તેલંગાણામાંથી 984 કેસ, પશ્ચિમ બંગાળમાંથી કુલ 571 કેસ, કર્ણાટકમાંથી 489, જમ્મુ-કાશ્મીરમાંથી 454 કેસ, કેરળમાંથી 451 કેસ, પંજાબમાંથી 298, હરિયાણામાંથી 272 કેસ સામે આવી ચૂક્યા છે. બિહારમાંથી 228, ઓડિશામાંથી 94, ઝારખંડમાંથી 59 કેસ, ઉત્તરાખંડમાંથી 48, હિમાચલમાંથી 40, છત્તીસગઢમાંથી 36, આસામમાંથી 36, ચંદીગઢમાંથી 28, અંડમાન નિકોબારમાંથી 27 કેસ સામે આવ્યા છે. લદ્દાખમાંથી 20, મેઘાલયમાંથી 12, ગોવા પૂડુચેરીમાંથી સાત-સાત, મણિપુર અને ત્રિપુરામાંથી 3-3 કેસ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાંથી 1-1 કેસ સામે આવી ચૂક્યો છે.