મુંબઇમાં ફરી વખત વરસાદ શરૂ થઇ ગયો છે. મોડી રાતથી શરૂ થયેલો વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે વાહનવ્યવહારમાં સમસ્યા થઇ રહી છે.
પાલઘરમાં પાણી ભરાઇ જવાના કારણે ચાર ટ્રેનો રદ્ કરવામાં આવી છે જ્યારે પાંચ ટ્રેનો ડાઇવર્ટ કરવામાં આવી છે. હવામાન ખાતાએ આજે પણ મુંબઇમાં ભારે વરસાદની આગાહી કરી છે.
છેલ્લા બે દિવસથી મુંબઇમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે માર્ગો પર પાણી ભરાઇ ગયું છે. અનેક માર્ગો પર વાહનોમાં પાણી ઘૂસી જવાથી બંધ પડી ગયા છે. ટ્રાફિકની ગતિ પણ સુસ્ત બની ગઇ છે. અમુક જગ્યાએ સડકો પરથી હવે ઘરો અને દુકાનોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ છે. સોમવાર હોવાના કારણે ઓફિસે જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

