સુરતઃ ઉમરગામ પાણીમાં ગરકાવ, 24 કલાકમાં 12 ઇંચ વરસાદ

ગુજરાત મુખ્ય સમાચાર

સતત ત્રીજા દિવસે પણ વલસાડ જિલ્લામાં વરસાદ ધમધમાટ ચાલું રહ્યો હતો. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદે જનજીવન તો ખોરવી નાંખ્યું હતું, પરતું અનેક ગામો પણ સંપર્ક વિહોણા થઇ જતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વરસાદની તોફાની બેટીંગ વાપી, વલસાડ, ધરમપુર અને પારડીમાં પણ ચાલું રહી હતી. વાપીમાં છેલ્લાં 24 કલાકમાં 8 ઇંચ, જયારે પારડી, વલસાડમાં 5-5 ઇંચ વરસાદ પડયો હતો. જો કે ઉમરગામમાં સૌથી વધારે વરસાદ રવિવારે રાત્રે પડયો હતો. સોમવારે સવારથી સાંજે 6 સુધીમાં 4 ઇંચ વરસાદ રહ્યો હતો.ઉમરગામ -તલાસરીને જોડતો ઝરીખાડીનો પુલ પાણીમાં ગરકાવ વાહન વહેવાર અટકી ગયો હતો.

ઉમરગામને મેઘરાજાએ ધમરોડી નાખ્યું હતું. રવિવારે સાંજે 6થી સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 299 એમ એમ એટલે કે 12 ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સંજાણ ટીભી સહીત ઉમરગામમાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા, સંજાણ રાયવાળી બુનાટ પાડા માં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા ગયા હતા જેથી અસરગ્રસ્ત પરિવારને નજીકની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. સંજાણ ઉડવા રોડ રેલવે ગરનાળું અંડર પાસ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.વલસાડ સ્ટેશનમાં પણ પાણી ભરાઇ ગયા હતા.

નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માત્ર જલાલપોરમાં 3 ઇં અને ખેરગામમાં 2 ઇંચ વરસાદ હતો.એ સિવાય ડાંગ જિલ્લામાં વઘઇમાં દોઢ ઇંચ જેટલો વરસાદ હતો.સુરત જિલ્લામાં હળવો વરસાદ હતો.

24 કલાક વલસાડ જિલ્લો ( ઇંચમાં)
ઉમરગામ-12
કપરાડા 1.5
ધરમપુર-2
પારડી- 5
વલસાડ 5
વાપી- 8