એમ્સના ઇમરજન્સી વોર્ડ પાસે આગ લાગી, ફાયરબ્રિગેડની 34 ગાડીઓ ઘટનાસ્થળ પર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ)માં શનિવારે આગ લાગવાથી અફરાતફરી મચી ગઇ. રિપોર્ટ્સ પ્રમાણે ઇમરજન્સી વોર્ડ પાસે પહેલા અને બીજા માળે આગ લાગી છે. ત્યારબાદ ઇમરજન્સી સેવાઓને તુરંત બંધ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડની 34 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગેલી છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે આગનું કારણ શોક સર્કિટ હોઇ શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇમરજન્સી લેબને અત્યારે બંધ કરી દેવામાં આવી છે. ઇમરજન્સી લેબ, બી બ્લોક વિસ્તાર, વોર્ડ એબી1 અને સુપરસ્પેશ્યાલિટી ઓપીડી એરિયા આગની ચપેટમાં છે. દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.