નુસરત ભરુચાને થ્રિલર ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા

ફિલ્મ જગત

‘પ્યાર કા પંચનામા’, સોનૂ કે ટૂટૂ કી સ્વીટી જેવી ફિલ્મોમાં પડોશણ જેવી યુવતીની ઇમેજ બનાવનારી નુસરુત ભરુચાને હવે થ્રિલર ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે.

નુશરતે જણાવ્યું હતું કે, ” મને એક થ્રિલર ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. આવી ફિલ્મો લોકોને જકડી રાખતી હોય છે. ફિલ્મની સ્ટોરીમાં આગળ શું થશે તેની અટકળ લોકો બાંધી શકતા નથી. આવી વાર્તામાં ઘણા ઉતાર-ચડાવ હોય છે.મારા માટે આવું પાત્ર રસપ્રદ છે એટલું જ નહીં હવે આગળ વાર્તામાં શું થશે તે જ વિચાર મને બાંધી રાખે છે.”

અભિનેત્રીની આવનારી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ છે. જેમાં આયુષ્યમાન ખુરાને એક એવા પુરુષનું પાત્ર ભજવ્યું છે, જે મહિલાઓનો અવાજ કાઢી શકે છે અને તેના કારણે જે અનેક હાસ્યપરિસ્થિતિઓ સર્જાય છે.