નશામાં ચકચૂર એક્ટ્રેસે મારપીટ કરી, પોલીસ કોન્સ્ટેબલને પણ માર્યો તમાચો

ફિલ્મ જગત

દારૂનો નશો જ્યારે મગજ પર ચઢે ત્યારે ભલભલાને તાંડવ કરાવે તે તો તમે સાંભળ્યું જ હશે પણ આવી જ કરતૂત મુંબઈની એક હીરોઈને કરી છે. જેણે નશાની હાલતમાં એવી બબાલ મચાવી જે જોઈ ખુદ તમને પણ આ હીરોઈન પર ધિક્કારવાનું મન થાય. આ હીરોઈન બીજી કોઈ નહિ પણ રૂહી સિંહ છે. સોમવારે બાંદ્રામાં બનેલ એક રેસ્ટોરાં બહાર રૂહી સિંહે નશાની હાલતમાં ભારે હંગામો મચાવ્યો હતો. જો કે રૂહી વિરુદ્ધ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે. આ ઘટનાના કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ટબોયના રિપોર્ટ મુજબ રૂહી પોતાના મિત્રો રાજેશ અને રાહુલ સાથે મોડી રાત્રે બે વાગ્યે બાંદ્રાના લિંકિંક રોડ પર આવેલ એક રેસ્ટોરાં પર પહોંચી હતી. રેસ્ટોરાં મોડી રાત્રે બંધ થઈ ગયું હતું. પરંતુ રુહીએ ત્યાં હાજર સ્ટાફને રેસ્ટોરાં ખોલવા કહ્યું. રૂહી રેસ્ટોરાંનું વૉશરૂમ યૂઝ કરવા માંગતી હતી. જ્યારે સ્ટાફે તેને અંદર ન આવવા દીધી તો તેણે સ્ટાફ સાથે મારપીટ કરી. મોડી રાત્રે થયેલ આ હંગામા બાદ પોલીસને ફોન કરી બોલાવી.