લોકસભા ચૂંટણી પહેલા સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુકે સોમવારે એક મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ રાખનારા 687 પેજ ડીલીટ કર્યા છે. સમાચાર એજેન્સી રોયટર્સ ઘ્વારા જાહેર કરવામાં આવેલી ખબર અનુસાર એવું જણાવવામાં આવ્યું છે કે આ કાર્યવાહી આ ફેસબૂક પેજની ફરિયાદ પછી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ફેસબુકે પાકિસ્તાન સેનાના કર્મચારીઓના 103 ફેસબૂક એકાઉન્ટ પણ હટાવી દીધા છે. હજુ સુધી કોઈ નક્કર જાણકારી સામે નથી આવી કે આખરે ફેસબુકે આ પેજોને કેમ હટાવી દીધા છે.

