નેપાળના દક્ષિણ વિસ્તારમાં વાવાઝોડાને કારણે 30 લોકોનાં મૃત્યુ અને 600 લોકો ઘાયલ થયાં છે. નેપાળના ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર રવિવારે સાંજે આવેલા તોફાનને કારણે બદારા અને પરસા જિલ્લો પ્રભાવિત થયો છે. આ કુદરતી આફત બાદ સરકારે તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડવાનું શરૂ કર્યું છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા રામ કૃષ્ણા સુબેદી અનુસાર ચાર ટ્રકમાં સૈનિકોને જરૂરી સામાન સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવામાં આવ્યા છે. સુબેદીએ એવું પણ જણાવ્યું છે કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

