કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાએ નોમિનેશન ફાઈલ કર્યું, જાહેર કરી 2.77 કરોડની સંપત્તિ

ગુજરાત રાજકીય

છોટાઉદેપુર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ સોમવારે પોતાનું નોમિનેશન ફાઈલ કરી લીધું છે. આ ચૂંટણીમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના 53 વર્ષીય દીકરાને કોંગ્રેસે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. રણજીતસિંહ રાઠવા સામે ભાજપના ગીતા રાઠવા ચૂંટણી લડી રહ્યાં છે, ગીતા રાઠવાને બહુ ઓછા લોકો ઓળખે છે, પરંતુ લાંબા સમયથી તેઓ ભાજપના કાર્યકર્તા રહ્યાં હતાં, ગીતાબેન રાઠવાએ ભાજપના સાંસદ રમણસિંહ રાઠવાને છોટાઉદેપુરથી રિપ્લેસ કર્યા છે. જણાવી દઈએ કે ગીતા રાઠવા અને રણજીતસિંહ રાઠવા બંને છોટાઉદેપુર લોકસભા સીટ માટે નવા ચેહરા છે. 1991થી આ સીટ પરથી કોંગ્રેસના નરસિંહ રાઠવા અને ભાજપના રામસિંહ રાઠવા ચૂંટણી લડતા આવ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે ડબલ બેરલ ગન જેવી જ લાઈસન્સ્ડ બોર રિવોલ્વર છે. રણજીતસિંહ 9 લાખની કિંમતની કાર ધરાવે છે, જે લેવા માટે તેમણે 7.8 લાખની લોન કરાવી હતી. કાર લોન સિવાય, આ ઉપરાંત કન્સ્ટ્રક્શન અને ડેવલોપમેન્ટ ફર્મ માટે તેમણે 37.5 લાખ રૂપિયાની લોન લીધી હોવાનું અને તેમની 25.5 લાખની હોમ લોન પણ ચાલુ હોવાનું રણજીતસિંહ રાઠવાએ જાહેર કર્યું છે.