આલિયા ભટ્ટ પણ દીપિકાની જેમ પ્રેમી રણબીર કપૂરના નામનું ટેટૂ ચિતરાવશે

ફિલ્મ જગત

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના કામની સાથેસાથે સંબંધોને કારણે પણ ચર્ચામાં રહે છે. લગભગ છેલ્લા એક વરસથી બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્ને એકબીજાની કંપનીમાં ખુશખુશાલ દેખાય છે.

સોશિયલ મીડિયા પર આલિયાએ એક વીડિયો શેયર કર્યો છે જેમાં તેણે ટેટૂનો પણ ઉલ્લેખ કર્યો છે. તેનું કહેવું છે કે, ” જો તે રણબીરના નામનું ટેટૂ ચિતરાવશે તો તેમના સંબંધો વધુ મજબૂત બનશે. ”

આ ઉપરાંત આલિયાએ પોતાના આવનારા બાળકોનો આ વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું છે કે તેને બે સંતાન જોઇએ છીએ અને બન્ને સંતાન પુત્રો જ હોવા જોઇએ.

આલિયા અને રણબીરના સંબંધથી બન્ને પરિવાર હાલ પ્રસન્ન છે. બન્નેના પરિવાર ઇચ્છે છે કે આલિયા અને રણબીરે હવે જલદી લગ્ન કરી લેવા જોઇએ. એક વાત એવી પણ છે કે, રણબીરના પિતા રિશી કેન્સરની સારવાર બાદ કેન્સરમુક્ત થઇને ભારત પાછો આવે પછી આ યુગલના લગ્ન થાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, રણબીર અને દીપિકા પ્રેમમા ંહતા ત્યારે દીપિકાએ પણ ગરદન પર રણબીરના નામનું ટેટૂ ચિતરાવ્યું હતું.