કાશ્મીર અંગેની અરજી વાંચવા અડધો ક્લાક પ્રયાસ કર્યો, પણ કશું સમજાયું નહીં : ગોગોઈ

મુખ્ય સમાચાર રાજકીય

બંધારણની કલમ 370ની જોગવાઈઓ રદ કરવાના મુદ્દે સુપ્રીમમાં ખામીવાળી અરજી દાખલ કરવા બદલ સુપ્રીમ કોર્ટે ગુસ્સે થઈ હતી અને અરજી કરનાર વકીલની ઝાટકણી કાઢી હતી તેમજ ટેકનિકલ કારણોસર અરજી નકારી કાઢી હતી. તેમણે અરજદારને ખામીઓ સુધારીને ફરીથી અરજી કરવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને રદ કરવા મુદ્દે ખામીવાળી અરજી કરનાર વકીલ એમ.એલ. શર્માને ખખડાવી નાંખ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને સમાવતી બેન્ચે જણાવ્યું કે અડધો ક્લાક સુધી મેં તમારી અરજી વાંચી પણ કશું સમજાયું નહીં. તમારી અરજી ધ્યાને લેવા યોગ્ય નથી. તેમણે કાશ્મીરી વકીલ શબિર શકીલની પણ સમાન ખામીવાળી અરજી દાખલ કરવા બદલ ટીકા કરી હતી.

ન્યાયાધીશો એસ.એ. બોબડે અને એસ.એ. નજીરને સમાવતી બેન્ચે જણાવ્યું હતું કે આ કેવા પ્રકારની અરજી છે? તેને રદ કરવામાં આવે છે, પરંતુ રજિસ્ટ્રીમાં આવી બીજી પાંચ અરજીઓ પણ છે, જે ખામીવાળી છે. તમે રાષ્ટ્રપતિના આદેશને રદ કરવા માટે કોઈ જ વિનંતી નથી કરતા. તમારી વિનંતી શું છે તે સ્પષ્ટ નથી. આ અરજીને ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવે છે. જો આ અરજી હોય તો તેનો કોઈ અર્થ નથી.

દરમિયાન કેન્દ્ર દ્વારાજ્મ્મુ અને કાશ્મીરમાં મીડિયા પર લાગેલા પ્રતિબંધો દૂૂર કરવા માટેની અરજી પર કોઈ સીધા આદેશો પસાર કરતાં પહેલાં કેન્દ્ર સરકારને થોડો સમય આપવો જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના અધ્યક્ષપદે બેન્ચે જણાવ્યું કે, આપણે કેન્દ્રને થોડો સમય આપવો જોઈએ.

મેં આજે અખબારોમાં વાંચ્યું હતું કે લેન્ડલાઈન અને બ્રોડબેન્ડના જોડાણો પરથી ક્રમશ: પ્રતિબંધો ઉઠાવી લેવાશે. તેથી આપણે અન્ય સંબંધિત બાબતો સાથે અરજ પર થોડોક સમય આપવોજોઈએ. સીજેઆઈએ કહ્યું લેન્ડલાઈન શરૂ થઈ ગઈ છે. આજે તેમને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો કોલ આવ્યો હતો.

રાજ્યમાં વહીવટી બાબતોની સુનાવણી અંગે અમે તારીખ નિશ્ચિત કરીશું. ગ્રોવરે કહ્યું આ બાબત મીડિયાની સ્વતંત્રતાની છે. બેન્ચે કહ્યું આ બાબત અંગે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.