કુલભૂષણ જાધવ કેસ : બુધવારે સાંજે આવશે ICJ નો નિર્ણય, પાકિસ્તાન કોર્ટે સંભળાવી હતી મોતની સજા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસમાં બુધવારના રોજ સાંજે 6.30 કલાકે આખરી નિર્ણય આવશે. નિર્ણય સંભાળવવા માટે 15+1 (પાકિસ્તાની એડહોક જજ તસદદુકે હસન જિલાની) અર્થાત 16 જજની બેન્ચ બેસસે અને આંતરરાષ્ટ્રીય ન્યાય અડાલના અધ્યક્ષ અબ્દુકાવી યુસુફ નિર્ણયની મુખ્ય વાતો વાંચીને સંભળાવશે.

આ દરમિયાન ભારત અને પાકિસ્તાનના સત્તાવાર પ્રતિનિધિઓ અદાલતમાં હાજર રહેશે. ભારતના એજન્ટ અને વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઈરાન કેસના પ્રભારી સંયુક્ત સચિવ દિપક મિત્તલ પણ હાજર રહશે.

ભારતીય નૌસેનાના રિટાયર્ડ અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાની સૈન્ય અદાલત દ્વારા એપ્રિલ,2017ના રોજ બંધ રૂમમાં સુનાવણી દરમિયાન “જાસૂસી અને આતંકવાદ”ના આરોપમાં મોતની સજા સંભળાવી હતી. તેમની સજા પર ભારતે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી અને નિર્ણયને આતંરરાષ્ટ્રીય કોર્ટમાં પડકાર્યો હતો.

ભારતે પાકિસ્તાન સામે કુલભૂષણ જાધવ સુધી પહોંચવા માટે ઘણી રાજનૈતિક માંગો કરી હતી પરંતુ પાકિસ્તાન તેની પરવાનગી આપી નથી રહ્યો. ઘણીબધી વાર અપીલ બાદ જાધવને તેમની પત્ની અને માં સાથે મળવાની પરવાનગી આપી હતી. ભારતનું કહેવું છે પાકિસ્તાને વિયાના કરાર હેઠળના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે.

આઇસીંજેમાં ભારતની અપીલ બાદ 10 સભ્યોવાળી બેઠકે 18 મે,2017ના રોજ પાકિસ્તાન દ્વારા સંભળાવવામાં આવેલી મોતની સજાને રોકી દીધી હતી. આઈસીજેમાં સુનાવણી દરમિયાન ભારત અને પાકિસાન બંનેએ પોતાનો પક્ષ રાખ્યો હતો અને જવાબ આપ્યા હતા