ભાઇની હત્યા થઇ હોવા છતા આર્ચર ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ રમતા રહ્યા

ખેલ-જગત મુખ્ય સમાચાર

ક્રિકેટ વિશ્વ વિજેતા બનનાર ઇંગ્લેન્ડ ટીમના હિસ્સા રુપે સફલ બોલર જોફ્રા આર્ચર ટીમમાં એક આગવું સ્થાન ધરાવે છે, પરંતુ વર્લ્ડ કપ દરમિયાન આર્ચર સાથે એક દુખદ ઘટના બની હતી. જેમાં આર્ચરના પિતરાઇ ભાઇની બારબાડોશ ખાતે ક્રૂર હત્યા કરવામાં આવી હતી.

વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ જ્યારે તેની પહેલી મેચ રમ્યું હતું, તેના આગળના જ દિવસે આર્ચરના 24 વર્ષીય ભાઇ એશેન્ટિયો બ્લેકમેનની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
પોતાનાથી નજીક પિતરાઇ ભાઇની નિર્મમ હત્યા પછી આર્ચરનું મનોબળ તૂટી ગયું હતું, પરંતુ વર્લ્ડ કપ પર પૂરુ ધ્યાન આપી માત્ર 11 મેચોમાં 20 વિકેટ ઝડપી હતી. ફાઇનલ મેચમાં આર્ચરે સુપર ઓવર પણ નાંખી હતી, જે પછી ઇંગ્લેન્ડ વિશ્વ વિજેતા બની હતી.

એશેન્ટિયો બારબાડોશના સેન્ટ ફિલિપમાં રહેતા હતા, જ્યાં 31મેની રાત્રે તેમની હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ તેમને પર આઠ ગોળીઓ મારવામાં આવી હતી. તેમની લાશ ઘરના સ્વિમિંગ પુલમાં મળી આવી હતી.