પશ્ચિમ બંગાળ વિધાનસભાની પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ત્રણેય બેઠકો પર વિજય મેળવી લીધો છે. આમાંથી બે બેઠકો તો એવી હતી કે જેના પર ટીએમસીએ છેલ્લા 20 વર્ષથી વિજય પ્રાપ્ત નહતી કરી શકી. આ બે બેઠકો પર મળેલી જીતના પર મુખ્મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટી પોતાના અહંકારનું પરિણામ ભોગવી રહી છે. હવે અહંકારથી રાજકારણ નહીં ચાલી શકે. લોકો હવે ભાજપને તરછોડવા લાગ્યા છે.’
ટીએમસીએ ખડગપુર સદર અને કલિયાગંજની બેઠક પર ત્રણ દાયકા બાદ વિજય પ્રાપ્ત કર્યો છે. કલિયાગંજ બેઠક પર ટીએમસીની તપન દેબે વિજય મેળવ્યો છે. તપને ભાજપના કમલ ચંદ્ર સરકારને બે હજાર મતથી ધોબી પછાડ આપીને જીત મેળવી છે. તેમજ કરીમપુર બેઠક પર પણ ટીએમસી આગળ છે.
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ત્રણ બેઠકો પર 25 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેની મતગણતરી ગુરૂવારે સવારે આઠ વાગ્યાથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હેઠળ શરૂ કરવામાં આવી હતી. વિધાનસભાની ત્રણ બેઠકો- ખડગપુર સદર, કાલિયાગંજ અને કરીમપુર માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં 18 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય થશે.

