આ છે ઉદ્ધવ ઠાકરેનો એક્શન પ્લાન, શપથ લીધા બાદ સૌથી પહેલા કરશે આ છ કામ

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરવા માટે જઈ રહ્યા છે. “દેશ સૌથી પહેલા” એ મંત્ર પર આ ત્રણેય દળ સહમત થયા છે અને જાહેર કરવામાં આવેલા ન્યુનતમ કાર્યક્રમમાં સેક્યુલર વિચારને જોર આપવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે 6.40 કલાકે શિવાજી પાર્કમાં શપથ લેશે,જ્યાં બેસવા માટે 70 હજાર ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમનું નામ પણ ચર્ચામાં છે જે મંત્રીમંડળમાં સામેલ થાય તેવી શક્યતા છે. આ તત્રણેય પાર્ટીઓ તરફથી ભેગા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે,જેમાં સેક્યુલર વિચાર પર જોર આપવામાં આવ્યું છે. તેમાં તે પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યની સરકાર પ્રકારના ભેદભાવ વગર કાર્ય કરશે. શપથ લીધા બાદ ઉદ્ધવ ઠાકરેની પ્રાથમિકતા શું હશે,તેની જાહેરાત કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેના શપથ લીધા બાદ રાજ્યના ખેડૂત અને સામાન્ય જનતા પર ધ્યાન આપવામાં આવશે 

ઉદ્ધવ ઠાકરેની આ હશે પ્રાથમિકતા : 

  1. શપથ લીધા બાદ ઉદ્ધવ ઠાકરેની સરકાર એક રૂપિયામાં જનતા માટે સારવારની વ્યવસ્થા કરશે.
  2. મહિલાઓની સુરક્ષા માટે ખાસ યોજના પર કાર્ય કરવામાં આવશે, આ તેમની પ્રાથમિકતામાં સૌથી પર છે.
  3. રાજ્યના ખેડૂતો માટે નવી પાક વીમા યોજના પર કામ કરવામાં આવશે જેથી ખેડૂતોને તત્કાલ ફાયદો મળી શકે.
  4. ઉદ્ધવ ઠાકરેની સરકાર રાજ્યમાં નોકરીઓ પર ધ્યાન આપશે, સરકારી નોકરીઓમાં જે ખાલી પદ છે તે તરત જ ભરવામાં આવશે.
  5. રાજ્યના દરેક નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમા યોજનાની વાત કરવામાં આવી છે,જેના પર કામ કરવામાં આવશે.
  6. શપથ લીધા બાદ ઉદ્ધવ ઠાકરેની સરકાર દુષ્કાળ ગ્રસ્ત ખેડૂતોનું દેવું સૌથી પહેલા માફ કરશે.