ભારત સરકારમાં ગૃહમંત્રીનું પદ સંભાળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ એકશનમાં આવી ગયા છે. સોમવારના રોજ શાહે પોતાના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી, જેમાં જમ્મુ-કાશ્મીરના એજન્ડા પર વિસ્તારથી વાત થઇ. બેઠકમાંથી જે સંકેત નીકળીને આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે અમિત શાહ ઘાટીમાં પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલનો એજન્ડા લાગૂ કરવા માંગે છે.
સોમવારના રોજ જ્યારે અમિત શાહે મંત્રાલયમાં વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી તો તમામ એજન્સીઓના લોકો ત્યાં પર પહોંચ્યા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આઇબી અને રૉ ચીફ, ગૃહ સચિવ સહિતના કેટલાંય બીજા ઓફિસર અમિત શાહની સાથે હાજર હતા. આ દરમ્યાન સુરક્ષા એજન્સીઓએ અમિત શાહને ઘાટીમાં આતંકીઓમાંથી છુટકારો મેળવવા માટેનો પ્લાન જણાવ્યો.એજન્સીઓની તરફથી કહેવામાં આવ્યું છે કે આ વર્ષે તેમણે ઘાટીમાં 101 આતંકીઓને મોતના ઘાટ ઉતારી દીધા છે, જે દર મહિને લગભગ 20ની એવરેજ છે. તેની સાથે જ હવે એક નવું ટોપ 10નું લિસ્ટ તૈયાર કરી રહ્યા છે. તેના અંગ નવા ગૃહમંત્રીને સૂચના આપી દીધી છે. આ લિસ્ટમાં રિયાઝ નાઇકુ અને ઓસામાનું નામ પણ સામેલ છે.આ બેઠકમાં માત્ર આતંકીઓના હિટલિસ્ટ પર જ ચર્ચા થઇ નથી પરંતુ 1 જુલાઇથી શરૂ થનાર અમરનાથ યાત્રાની સુરક્ષાને લઇ પણ વિસ્તારથી રણનીતિ બનાવી છે.અમિત શાહે જ્યારથી ગૃહમંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી એક વખત ફરી અનુચ્છેદ-370, 35Aનો મુદ્દો ચર્ચામાં આવ્યું છે. ભાજપના અધ્યક્ષ તરીકે અમિત શાહ સતત આ બંને મુદ્દા પર આક્રમક દેખાયા છે. સૂત્રોનું માનીએ તો અમિત શાહ આ એજન્ડા પર સરદાર પટેલની નીતિને આગળ વધારવા માંગે છે.જો કે 35એનો મુદ્દો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે. એવામાં સરકારની તરફતી સ્પષ્ટતા કરાઇ છે કે તેઓ પહેલાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોશે. ત્યારે પોતાની વાત આગળ મૂકશે. એવામાં હવે દરેક લોકોની નજર અમિત શાહના ગૃહમંત્રી બન્યા બાદ સરકાર કંઇ રીતે આગળ વધે છે તે આવનારા દિવસોમાં જોવાનું રહેશે.