ગુજરાતમાં વરસાદને લઇને સૌથી મોટા સમાચાર, આ વિસ્તારોમાં જતા પહેલા થઇ જજો સાવધાન!

ગુજરાત

ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં વરસાદી મોહાલ સર્જાયો છે. બુધવારથી સતત પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળાની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, તા.૪ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ દાહોદ, મહિસાગર, અરવલ્લી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, મોરબી તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

તા. ૫મીએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. તેમજ ખેડા, આણંદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

તા. ૬ઠ્ઠીએ દક્ષિણ ગુજરાતમાં, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ પડશે. તા. ૭મીએ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ આણંદ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે.

પાંચમા દિવસે ૮મીએ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ તથા અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.