અમેરિકાના Tennesseeમાં આવેલા એક કેથોલિક સ્કૂલની લાઈબ્રેરીથી હેરીપોટરની બુક્સને હટાવી દેવામાં આવી છે. સ્કૂલના પાદરીએ એવુ કહેતા આ બુક્સને હટાવી દીધી કે તેને વાંચતા વાચક ગંદી આત્માઓ સાથે જોડાય છે.
નૈશવિલેના સેંટ એડવર્ડ કેથોલિક સ્કૂલના ડેન રેહિલે જણાવ્યુ છે તે તેમણે US અને રોમમાં ઘાર્મિક વિશેષજ્ઞો સાથે વાત કરી છે અને તેમણે આ જ સલાહ આપી હતી.
રેહિલે લખ્યું છે કે હેરી પોટરના પુસ્તકોમાં ઉપયોગમાં લેવાતા શ્રાપ અને મંત્રો વાસ્તવિક શ્રાપ અને મંત્રો છે. જ્યારે કોઈ વ્યક્તિ તેમને વાંચે છે, ત્યારે તે દુષ્ટ આત્માઓને આમંત્રણ આપે છે. આ વાંચનાર વ્યક્તિને જોખમમાં મૂકે છે. તમને જણાવી દઇએ કે અમેરિકાની કેથોલિક સ્કૂલોમાં લેખક જે.કે. રોલિંગ દ્વારા લખેલી હેરી પોટર શ્રેણીની પુસ્તકોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સંપૂર્ણ સાહિત્યના આ પુસ્તકો દ્વારા, બાળકો સીધા જ કલ્પના શક્તિ સાથે જોડાયેલા છે. હવે યુ.એસ.માં ઘણા ધાર્મિક પાદરીઓએ કહ્યું છે કે આ પુસ્તકોમાં ઘણાં મંત્ર લખાયેલા છે જે પુસ્તકનાં પાત્રો ઉપયોગ કરે છે, પરંતુ જો આ મંત્રોનો ઉચ્ચાર કરવામાં આવે તો તેની અસર તેના પર થાય છે. તેમનુ માનવુ છે કે આ મંત્ર ખરાબ આત્માઓને બોલાવવા માટે છે. જો લાઈબ્રેરીમાં બાળકો આ પ્રકારની બુક્સ વાચે તો તેમના માટે સારો અનુભવ સાબિત થશે નહીં

