Zomato નો ઓર્ડર કેન્સલ કરવા વાળા વ્યક્તિને પોલીસની ચેતવણી, જો હવે ફરીથી વધુ એક આવું ટ્વીટ કર્યું તો…

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સોશિયલ મીડિયા પર હાલમાં Zomato નો મુદ્દો સખત છવાયેલો જોવા માટે મળી રહ્યો છે. જબલપુરના એક ગગ્રહજે Zomato પર કરવામાં આવેલા ઓર્ડરને કેન્સલ કરી દીધો હતો કારણકે ડિલીવરી બોય હિન્દૂ ન હતો. આ બાબતે Zomato એ પણ ગ્રાહકને જોરદાર વળતો જવાબ આપ્યો હતો. હવે પોલીસે ખાવાનું ઓર્ડર કરનારા જબલપુરના વ્યક્તિને ટ્વીટર પર ટ્વીટ કરીને ચેતાવણી આપી છે. જબલપુર એસપી અમિત સિંહે કહ્યું, Zomato કેસમાં અમે અમિત શુક્લા સામે નોટિસ જાહેર કરી હતી અને તેને ચેતવણી આપવામાં આવશે. જો તેણે બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ ટ્વીટ કરી તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેના પર અમે નજર રાખી રહ્યા છે. જબલપુર એસપી અમિત સિંહે કહ્યુ, જો છ મહિનામાં આવું કોઈ ટ્વીટ કરવામાં આવશે તો જેલમાં મોકલી દેવામાં આવશે.

Zomatoમાં ગ્રાહક તરફથી ફૂડ ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો હતો કરણકે ડિલીવરી કરનાર વ્યક્તિ મુસ્લિમ હતો. તેમણે હિન્દૂ ડિલીવરી બોયને મોકલવા માટે કહ્યું હતું અને ત્યારબાદ ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. જેના જવાબમાં Zomatoએ લખ્યું હતું અને તેમના દ્વારા આપવામાં આવેલા જવાબને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અમિત શુક્લાએ ટ્વીટ કરીને લખ્યું હતું, મેં Zomato થી ઓર્ડર કેન્સલ કરી દીધો છે. તેમણે મારુ ખાવાનું મુસ્લિમ રાઇડર દ્વારા મોકલાવ્યું હતું અને કહ્યું હતું કે તેઓ રાઇડર ચેન્જ કરી શકતા નથી અને ફંડ પણ પરત નહિ આપે

ત્યારબાદ Zomato ના ફાઉન્ડર દીપિન્દર ગોયલે ટ્વીટ કરીને લખ્યું હતું,અમને ભારતના વિચાર પર ગર્વ છે અને અમારા સન્માનિત ગ્રાહકો અને ભાગીદારોમાં વિવિધતા. મેઈ અમારા મૂલ્યોના રસ્તામાં આવવા વાળા વ્યવસાયને ખોવાનો સહેજેય અફસોસ નથી. આ ટ્વીટ બાદ લોકો Zomatoના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.