INX મીડિયા કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં કેદ પૂર્વ કેન્દ્રિય નાણા અને ગૃહ મંત્રી પી.ચિદમ્બરમની જામીન અરજી પર આજે સુનાવણી દરમિયાન ચિદમ્બરમનાં વકીલ અને સિનીયર કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે કોર્ટેને જણાવ્યું કે, રૂપિયા દેશમાં આવ્યા તો તેનાં કારણે નુકસાન કોનું થયું, કોઇનું નહિં. તો પછી પી.ચિદમ્બરમ પર કલમ 120-બી અને 420 કેમ લગાવવામાં આવી.
પી.ચિદમ્બરમે જણાંવ્યું કે આઇએનએક્સ મીડિયા મામલે શરૂઆતનાં તબક્કામાં 4.62 કરોડની ફેસ વેલ્યૂ પર રૂપિયા લાવવામાં આવ્યા હતાં. શેર ટ્રાન્સફર પણ સેબીનાં નિયમો પ્રમાણે કરવામાં આવ્યું. કપિલ સિબ્બલે કહ્યુ કે આઇએનએક્સ મીડિયા બોર્ડે પણ 46 ટકા રોકાણને મંજૂરી આપી હતી. શેરની ફેસ વેલ્યૂ 4.62 કરોડ હતી પરંતુ પ્રિમીયમ વેલ્યૂ વધારે હતી.
કપિલ સિબ્બેલ જણાંવ્યું કે કોઇ પણ શેરની પ્રિમીયમ વેલ્યૂ ફેસ વેલ્યૂ કરતા વધુ હોય છે. જેમાં કાંઇ ખોટું નથી થયું. તમામ પ્રક્રિયા નિયમોનુસાર કરવામાં આવી છે. આ મામલે ક્યારેય સેબી અથવા રિઝર્વ બેન્કની કોઇ નોટીસ નથી આવી.
કપિલ સિબ્બલે જણાંવ્યું કે ગાઇડલાઇન પ્રમાણે જ બધુ કરવામાં આવ્યું. અનુમિત 46 ટકા શેરની આપવામાં આવી હતી, કિમતોની નહિં. 600 કરોડથી ઓછા વિદેશી રોકાણને મંજૂરી આપવાનો હક હતો.
હાઇકોર્ટની કાર્યવાહીનો સમય પૂર્ણ થઇ જતા ચિદમ્બરની યાચિકા પર આજે સુનાવણી પુરી થઇ શકી નથી. આ મામલાની સુનાવણી હવે આવતીકાલ મંગળવારે બપોરે સાડા ત્રણ વાગ્યે ફરી શરૂ થશે.

