ખેડુતો આનંદો, દેશમાં છેલ્લા એક દાયકામાં રૂ.4.7 લાખ કરોડનું કૃષિ દેવું થયું માફ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાછલા એક દાયકામાં વિવિધ રાજ્યોએ કુલ 4.7 લાખ કરોડ રૂપિયાનું કૃષિ દેવું માફ કર્યુ છે. આ ઉદ્યોજગતથી સંબંધિત NPAનું 82 ટકા જેટલું છે,એક રિપોર્ટમાં તેની માહિતી આપવામાં આવી છે.

SBI રિસર્ચની એક રિપોર્ટ પ્રમાણે કૃષિ દેવની NPA વર્ષ 2018-19માં વધીને 1.1 લાખ કરોડ રૂપિયા પર પહોચી ગઇ છે, આ કુલ 8.79 લાખ કરોડ રૂપિયાનાં NPAનાં 12.4 ટકા છે. નાણાકિય વર્ષ 2015-16માં કુલ NPA 5.66 લાખ કરોડ રૂપિયા હતી,અને તેમાં કૃષિ દેવાની ભાગદારી 8.6 ટકા એટલે કે 48,800 કરોડ હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19માં કુલ NPAમાં કૃષિ સેક્ટરનો હિસ્સો માત્ર 1.1 લાખ કરોડ રૂપિયા એટલે કે 12.4 ટકા છે, પરંતું જો આપણો છેલ્લા એક દાયકામાં 3.14 લાખ કરોડ રૂપિયાનાં માફ કરાયેલા કૃષિ દેવા સાથે જોડીએ તો ખજાના પર તેનો બોજ 4.2 લાખ કરોડ થઇ જાય છે.

જો મહારાષ્ટ્રમાં તાજેતરમાં કરાયેલી 45-51 હજાર કરોડ રૂપિયાની દેવા માફીનો સમાવેશ કરીએ તો તે વધીને 4.7 કરોડ રૂપિયા થઇ જાય છે,જે ઉદ્યોગજગતની NPAનાં 82 ટકા છે.

નાણાકીય વર્ષ 2014-15 બાદ 10 મોટા રાજ્યોનું કૃષિ દેવું 3,00,240 કરોડ રૂપિયા જેટલું માફ થયું છે,જો મનમોહન સિંહની સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2007-08માં કરાયેલી દેવા માફીને જોડવામાં આવે તો લગભગ 4 લાખ કરોડ રૂપિયા થઇ જાય છે,તેમાં બે લાખ કરોડ રૂપિયાથી વધું કૃષિ દેવું વર્ષ 2017 બાદ માફ કરાયું.

આંધ્ર પ્રદેશએ વર્ષ 2014-15માં 24 હજાર કરોડ રૂપિયાનું કૃષિ દેવું માફ કર્યું, આ દરમિયાન તેલંગાણાએ પણ 17 હજાર કરોડ રૂપિયાનું કૃષિ દેવું માફ કરવાની ઘોષણા કરી,તમિલનાડુંએ વર્ષ 2016-17માં 5,280 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું.

નાણાકીય વર્ષ 2017-18માં મહારાષ્ટ્રએ 34,020 કરોડ રૂપિયા,ઉત્તર પ્રદેશએ 36,360 કરોડ રૂપિયા, પંજાબે 10 હજાર કરોડ રૂપિયા, કર્ણાટકે 18 હજાર કરોડ રૂપિયાનું કૃષિ ઋણ માફ કર્યું, કર્ણાટકે ત્યાર બાદ વર્ષ 2018-19માં 44 હજાર કરોડ રૂપિયાની દેવા માફી કરી.

નાણાકીય વર્ષ 2018-19માં રાજસ્થાને 18 હજાર કરોડ રૂપિયાનું, મધ્ય પ્રદેશએ 36,500 કરોડ રૂપિયા, છત્તીશ ગઢે 6,100 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રએ 45-51 હજાર કરોડ રૂપિયાની દેવામાફી કરી.

જો કે કરજમાફી વાસ્તવિક કરતા કાગળ પર વધું થઇ છે, તેમાંથી 60 ટકાથી વધું દેવામાફ કરી શકાયા નથી, સૌથી ખરાબ પ્રદર્શન મધ્યપ્રદેશનું રહ્યું છે, મધ્યપ્રદેશમાં માત્ર 10 ટકા જ દેવા માફ કરાયા છે.