અમરેલીના ધારીમાં મોણવેલ ગામની સીમમાંથી દીપડાએ સાળા બનેવીને ફાડી ખાધા હતા. આ બંનેની લાશ મળી આવતા ગામમાં અરેરટી ફેલાઈ ગઈ હતી.
- એક જ પરિવારના બે જવાન મોતને ઘાટ ઉતરતા રોકકળ
- મોડી રાતે દિપડાએ કર્યો હતો હૂમલો
- વનવિભાગે દીપડાની શોધખોળ હાથ ધરી
અમરેલી ધારી આસપાના ગામોમાં માણસખાઉ દિપડાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલમાં જ મોણવેલ ગામની સીમમાંથી બે લાશ મળી આવી હતી જેના ઉપર દિપડાએ હૂમલો કર્યો હતો અને એટલુ જ નહીં પરંતુ લાશની દિપડાએ જયાફત પણ ઉડાવી હતી.
વનવિભાગ ઉપર છે લોકોને રોષ
વન વિભાગ ઘટનાસ્થળે ન પહોંચે તે પહેલા મોણવેલ ગામના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. દીપડાઓના માનવીઓ પર હુમલાઓને લઇને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી છે અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. વનવિભાગે દીપડાની શોધખોળ હાથ ધરી છે.
કોણ હતા દિપડાનો શિકાર
કરસનભાઇ ભીખાભાઇ સાગઠીયા અને ભૂટાભાઇ અર્જુનભાઇ વાળા બંને સાળો બનેવી હતી અને એક જ વાડીએ રહી ખેતમજૂરીનું કામ કરતા હતા. ગઈ કાલે મોડી રાતે બંનેનો દીપડાએ શિકાર કર્યો હતો. એક જ પરિવારના બે જવાન મોતને ઘાટ ઉતરતા રોકકળ મચી ગઈ હતી.