આઈપીએલમાં મેચ ફિક્સિંગના આરોપમાં સાત વર્ષની સજા ભોગવી રહેલો ક્રિકેટર એસ શ્રીસંતે ભાજપમાં શામેલ થવાની વાત જણાવી છે. શ્રીસંતે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું કે તે કોંગ્રેસ નેતા શશિ થરૂરને હરાવવા માટે 2024મા ભાજપની ટિકિટ પર તિરૂવનંતપૂરમ સીટથી ઈલેક્શન મેદાનમાં ઉતરશે.
આઈપીએલમાં સ્પોર્ટ ફિક્સિંગના કારણે 13 સપ્ટેંબર 2013ના રોજ ભારતીય બીસીસીઆઈની અનુશાસનાત્મક સમિતિએ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ ગયા મહિને બીસીસીઆઈએ શ્રીસંત પર લગાવેલા પ્રતિબંધને ઘટાડીને સાત વર્ષ કરી દીધો છે. તેમના પરનો પ્રતિબંધ 2020ના ઓગષ્ટમાં ખતમ થઈ જશે.
એસ શ્રીસંતે જણાવ્યું કે હું શશિ થરૂરનો સૌથી મોટો પ્રશંસક છું. ત્યાં એક માણસ છે જે મને સમજે છે અને મુશ્કેલ સમયમાં તેમણે મારો સાથ આપ્યો પરંતુ હું તેમને તિરૂવનંતપુરમ લોકસભા સીટ પરથી ઈલેક્શનથી હરાવીશ. સુપ્રીમ કોર્ટે 15 માર્ચના રોજ આ ફાસ્ટ બોલરનો આજીવન પ્રતિબંધને સમાપ્ટ કરી દીધો હતો.
અદાલતે બીસીસીઆઈ લોકપાલથી ત્રણ મહીનાની અંદર શ્રીસંતની સજાનું પુનઃનિર્ધારણ કરવા માટે કહ્યું હતુ. ઘટનાને જોઈ રહેલા જસ્ટિસ ડીકે જૈને 24 ઓગષ્ટના રોજ સજાનું પુનઃનિર્ધારણ કરતા શ્રીસંતની સજા સાત વર્ષ કરી દીધી હતી.