ધકધકતા અંગારા નાખવામાં આવે છે તેના પર ગામના લોકો પુરી શ્રદ્ધાથી ખુલ્લા પગે ચાલે છે

ગુજરાત મુખ્ય સમાચાર

હોળીને લઇને રાજ્યભરમાં અનેક જગ્યાએ અલગ અલગ લોકવાયકાઓ હોય છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં અનોખી રીતે ખાસડા હોળી રમવામાં આવે છે, તેવી રીતે રાજ્યભરની કેટલીક જગ્યાએ અનોખી પરંપરા પ્રમાણે હોળી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના મહેસાણાના એક ગામમાં અનોખી રીતે હોળી પ્રગટાવવામાં આવે છે, અહીં વર્ષો જૂની પરંપરા પ્રમાણે હોળી પ્રગટાવ્યા બાદ ગામના લોકો હોલીકા માતાની પ્રદિક્ષણા કરે છે. ત્યારબાદ ધકધકતા અંગારા બહાર નાખવામાં આવે છે, અને તેના પર ગામના લોકો પુરી શ્રદ્ધાથી ખુલ્લા પગે ચાલે છે.