ધારાસભ્ય યોગેશ વર્મા પર હોળી રમતી વખતે હુમલો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ઉત્તર પ્રદેશની લખીમપુર સદર સીટથી ભાજપ પાર્ટીના ધારાસભ્ય યોગેશ વર્મા પર હોળી રમતી વખતે હુમલો થયો. યોગેશ વર્મા જે સમયે પાર્ટી ઓફિસમાં હોળી રમી રહ્યા હતા ત્યારે તેમના પગ પર કોઈએ ગોળી મારી હતી. જે બાદ તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. એસપી લખીમપુર પૂનમે જણાવ્યું કે વર્માના પગમાં ગોળી લાગી છે. હોસ્પિટલમાં તેમનો ઈલાજ થઈ રહ્યો છે. ધારાસભ્ય તુલસી હોસ્પિટલમાં દાખલ છે, પોલીસે આ મામલે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ અધીક્ષક પૂનમે હોસ્પિટલની સુરક્ષા વધારી દીધી છે.