રૂચ તાલુકાના ઝંઘાર ગામના ગૌચરમાં કથિત માટી ખોદકામનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ઝંઘાર ગામના ગૌચરમાંથી હજારો મેટ્રિક ટન પીળી માટીનું ખોદકામ કરાવી સરપંચે બારોબાર વેચી મારવાના આક્ષેપોએ સમગ્ર ભરૂચ પંથકમાં ભારે ચકચાર જગાવી છે. સમગ્ર માટી ખોદકામ સંદર્ભે જિલ્લા સમાહર્તા સુધી રજૂઆતો થતાં ગતરોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ઝંઘાર ગામમાં પહોંચી જઇ અરજદાર નુરમહમ્મદ અબ્દુલ્લા પટેલને સાથે રાખી જ્યાં જ્યાં માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું તે જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત સાથે નિરીક્ષણ તેમજ માપણી કરી જરૂરી તપાસ હાથ ધરી હતી.

