લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને કલાકો બાકી છે, ત્યારે છેલ્લી ઘડીના પ્રચાર માટે રાજકીય પક્ષો દોડધામ કરી રહ્યા છે. જેમાં અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલની સભા હતી. આ સભામાં બઘડાટી બોલી છે. હાર્દિક પટેલની આ સભામાં બેફામ રીતે ખુરશીઓ ઉછળી હતી. આ ઘટનામાં ખુરશી ઉછળ્યા બાદ હંગામો થયો અને બાદમાં બેફામ રીતે તોડફોડ શરૂ કરી દેવાઇ હતી. ત્યારે આ હંગામાનું કારણ હાર્દિક અને અલ્પેશ કથિરીયાના સમર્થકો વચ્ચેનો ગજગ્રાહ હોવાનું હાલમાં સામે આવી રહ્યુ છે.
જેમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલની સભા હતી.આ સભામાં બઘડાટી બોલી છે. હાર્દિક પટેલની આ સભામાં બેફામ રીતે ખુરશીઓ ઉછળી હતી.આ ઘટનામાં ખુરશી ઉછળ્યા બાદ હંગામો થયો અને બાદમાં બેફામ રીતે તોડફોડ શરૂ કરી દેવાઇ હતી. ત્યારે આ હંગામાનું કારણ હાર્દિક અને અલ્પેશ કથિરીયાના સમર્થકો વચ્ચેનો ગજગ્રાહ હોવાનું હાલમાં સામે આવી રહ્યુ છે. તો આ હંગામા દરમિયાન અલ્પેશ કથિરીયાના સમર્થકોએ પોસ્ટર સાથે દેખાવ કર્યા હતા. તો આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ હાજર હતી. આમ છતા તોફાને ચઢેલા સમર્થકોને કાબૂ કરવા પડકારજનક બની ગયા હતા. તો આ સમગ્ર બાબતે મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યુ કે આ સમગ્ર ઘટના ભાજપના કારણે બની છે ભાજપના લોકો દ્વારા આ રીતની હરકત કરવામાં આવી રહી છે. આ સાથે હાર્દિક પટેલે કહ્યુ કે જેને જેવી રીતે વિરોધ કરવો હોય તે રીતે કરે.
મહત્વનું છે કે ગઇ કાલે સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ પર થપ્પડ મારીને હુમલો કરાયો હતો. ત્યારબાદ આ ઘટનાની ઠેર-ઠેર નિંદા થઇ હતી. હવે આવતીકાલે સાંજે ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થઇ જશે. તેવામાં આજે સાંજે અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલની સભામાં હોબાળો થયો હતો. અમદાવાદ પૂર્વનાં કોંગ્રેસનાં ઉમેદવાર અને એક સમયનાં પાસનાં સાથી એવા ગીતા પટેલનાં સમર્થનમાં આ સભા યોજાઇ હતી. પાસનાં વર્તમાન કન્વિનર અલપેશ કથીરીયા હાલ સુરત જેલમાં છે.તેને જામીન અપવવા માટે હાર્દિક કાંઇ કરતો નથી. તવી ચર્ચાઓઓ પણ જોર પકડ્યું હતું. તેમજ હાર્દિક અને અલપેશનાં સમર્થકો વચ્ચે હોબાળો થયો હતો.

