ઉત્તર પ્રદેશમાં લાંબા સમયના રાજકીય વનવાસ બાદ કોંગ્રેસ પાર્ટી ફરી એક નવા દાંવ સાથે રાજકીય અખાડામાં ઉતરવા જઇ રહી છે. પ્રિયંકા ગાંધી સોમવારે લખનઉમાં રોડ શોનો પ્રારંભ કર્યો છે. રાજકારણ ભલે પ્રિયંકા ગાંધીને એક રાજકીય રમત સ્વરૂપે જોઇ રહ્યું છે પરંતુ કોંગ્રેસ 2022માં યુપીના સીએમ ઉમેદવાર બનાવવા માગે છે તેવું પણ કેટલાક લોકોનું માનવું છે.
પ્રિયંકા આગામી સમયમાં પૂર્વ યુપીના અનેક વિસ્તારોમાં રોડ શો કરશે. આ સિવાય કૂટનીતિ દ્વારા પ્રિયંકા સવર્ણ મતદારોને ખાસ કરીને બ્રાહ્મણ, રાજપૂત જાતિઓ પર ધ્યાન આપશે, જેઓ લાંબા સમયથી પાર્ટીથી દૂર રહ્યા છે. આના માટે કોંગ્રેસ પ્રિયંકા ગાંધી મારફતે આ પરિવારોના મત મેળવવા મથામણ કરશે. 2017માં વિધાનસભા ચૂટણીમાં યુપીની કુલ 403 બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર 78 બેઠકો પર પોતાનો કબ્જો જમાવી શકી હતી. કોંગ્રેસને આશા છે કે, જો પ્રિયંકા ગાંધીને સીએમ ઉમેદવાર તરીકે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉતારવામાં આવે તો આનાથી પાર્ટી ધાર્યા પરિણામ મેળવી શકે છે.

