મુખ્ય સમાચાર રાજકીય

કેન્દ્રનો રસ્તો યુપી થઈને જાય છે અને યુપીને જીતવા માટે પૂર્વાંચલને જીતવું જરૂરી છે. આ જ ફોર્મ્યુલા અંર્તગત 2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી લઈને સમગ્ર પૂર્વાંચલમાં વિપક્ષનો સફાયો કરી દીધો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ મોદી પૂર્વાંચલમાં બીજેપીને જીત અપાવવામાં સફળ રહ્યા હતા. આ જ સફળતા 2019માં ફરી મેળવવા માટે નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. જોકે સપા-બસપા ગઠબંધન અને પૂર્વી ઉત્તર પ્રદેશની કમાન ના હાથમાં હોવાથી બીજેપી માટે પૂર્વાંચલની જંગ જીતવી એટલી સરળ પણ નથી.

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં 21 જિલ્લામાં 26 લોકસભા સીટ અને 130 વિધાનસભા સીટ આવે છે. કુશીનગર, ગોરખપુર, દેવરિયા, બાંસગાંવ, ફૈઝાબાદ, બહરાઈચ, શ્રાવસ્તી, ગોંડા, ડુમરિયાગંજ, મહારાજગંજ, આંબેડકરનગર, બસ્તી, સંત કબીર નગર, આઝમગઢ, ઘોષી, સલેમપુર, બલિયા, જૌનપુર, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, ભદોહી, મિર્જાપુર, ફૂલપુર, અલાહાબાદ અને પ્રતાપગઢ સીટ તેમાં સામેલ છે.

પૂર્વાંચલની લોકસભા સીટ પર 2009ના ચૂંટણી પરિણામોને જોઈએ તો 8 સીટ પર બસપા, 7 સપા, 6 કોંગ્રેસ અને પાંચ સીટ બીજેપીને મળી હતી. નરેન્દ્ર મોદીએ 2014માં વારાણસીથી ચૂંટણી લડી અને તેનાથી બીજેપીને 21 સીટોનો ફાયદો થયો. પરંતુ તેના માટે નરેન્દ્ર મોદીને 3 દિવસ કાશીમાં અડ્ડો જમાવો પડ્યો હતો. ત્યારપછી 2017માં વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મોટી જીત મળી હતી. પૂર્વાંચલમાં કુલ 130 વિધાનસભા સીટ આવે છે. તેમાંથી બીજેપીને 87, અપના દળને 9, ભારતીય સુહેલદેવ સમાજવાદી પાર્ટીને 4, સપાને 14, બસપાને 10, કોંગ્રેસને 1 અને અન્યને 3 સીટો મળી છે.