સંક્રમિત વિસ્તારોમા હજી પણ લોકો ફરી રહ્યા છે, તેને ધ્યાને લઈને અમદાવાદ અને સુરત શહેરમાં કરયૂ લાગુ કરી તેનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. એ જ રીતે રાજકોટ શહેરમાં ભકિતનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા જંગલેશ્વર અને રાજલમી સોસાયટીના ૨.૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધુ છે, ત્યારે ત્યાં પણ આજે મધ્યરાત્રિના ૧૨ વાગ્યાથી કરયૂ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે સ્થાનિક પોલીસ સહિત રાય અનામત દળની વધારાની ત્રણ કુમક પણ ફાળવી દેવામાં આવી છે. સાથોસાથ આજી ડેમનો નદીના પટનો વિસ્તાર પણ આવેલ હોઈ, એ માટે ૮ ઘોડેસવારની ટીમ પણ સતત પેટ્રોલિંગ ચાંપતી નજર રાખશે.
અમદાવાદ અને સુરત શહેરમાં કરયૂનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે, પરંતુ મહિલાઓ માટે બપોરે ૧-૦૦ થી ૪-૦૦ દરમિયાન કરયૂમાં છૂટછાટના સમયગાળા દરમિયાન જીવનજરી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં મહિલાઓ દ્રારા સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોવાના કિસ્સા ધ્યાને આવ્યા છે. આવા કિસ્સાઓમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં કરયૂ ભંગના ૭૪ ગુના નોંધીને ૮૨ લોકોની અટકાયત, યારે સુરતમાં ૨૬ ગુના નોંધીને ૨૬ની અટકાયત કરવામાં આવી છે. કરયૂગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોન, સીસીટીવી દ્રારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેના દ્રારા સુરત શહેરમાં આ રીતે જાહેરનામા ભંગના ચાર ગુના નોંધાયા છે. સૂરા જમાત સંદર્ભે પણ લોકડાઉનના ભગં અંગે વધુ બે ગુના નોંધાયા છે. જેમાં પાટણ અને વડોદરા ખાતે એક-એક ગુનો નોંધાયો છે. આજ સુધી આવા આઠ ગુના નોંધાયા છે. જેમાં ગાંધીનગર ખાતે ત્રણ, મહેસાણા, ભાવનગર, વડોદરા અને પાટણ ખાતે એક-એક ગુનો નોંધાયો છે
રાયમાં કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે ડ્રોન દ્રારા ૩૩૮ ગુના નોંધવામાં આવ્યા છે જયારે સીસીટીવીના માધ્યમથી ૫૧ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અફવાઓ બદલ ૨૫ ગુના નોંધાયા છે. અમદાવાદમાં આજ સુધી કરયૂ ભંગના ૭૪ ગુનાઓમાં ૮૨ લોકોની જયારે સુરતમાં આજ સુધી કરફયુ ભંગના ૨૬ ગુનામાં ૨૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રાયમાં લોકડાઉન દરમિયાન જાહેરનામા ભંગના ૨૬૪૮ ગુના, કવોરન્ટાઈન ભંગના ૧૦૫૨ તેમજ અન્ય ૪૮૩ એમ કુલ ૪૧૮૩ ગુના હેઠળ કુલ ૫૬૭૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. યારે ૨૯૪૩ વાહનો જ કરવામાં આવ્યા છે. યારે અત્યાર સુધીમાં રાયમાં ૪૧૭૪૧ વાહનો મુકત કરવામાં આવ્યા છે

