નિર્ભયા કેસ / નિર્ભયા કેસના ચારેય ગુનેગારોનું ચોથું ડેથ વોરન્ટ ઈશ્યૂ, 20 માર્ચે સવારે 5.30 વાગે ફાંસી

મુખ્ય સમાચાર

નિર્ભયાના ગુનેગારોનું ચોથું ડેથ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું. જેમાં નિર્ભયાના ચારેય ગુનેગારોને 20 માર્ચના રોજ સવારે ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવી છે. એપી સિંહે ગુનેગારોને મળવા માટે મંજૂરી માંગી છે.

  • વકીલને પવન – અક્ષને મળવાને મજૂરી મળી
  • પટિયાલા કોર્ટે ગુનેગારોની ફાંસીની તારીખ નક્કી કરી
  • અક્ષયનો એક વિકલ્પ બાકી છે હોવાનું વકીલનું રટણ

પટિયાલા કોર્ટે નિર્ભયાના ગુનેગારોનું ચોથું ડેથ વોરન્ટ જાહેર કર્યુ છે. જેમાં ચારેય ગુનેગારોને 20 માર્ચના રોજ સવારે 5.30 વાગે ફાંસી આપવામાં આવશે. ત્યારે ગુનેગારોના વકીલ એપી સિંહે પવન તથા અક્ષયને મળવાની મંજૂરી માંગી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી. વકીલના કહેવા પ્રમાણે અક્ષય પાસે એક વિકલ્પ બાકી છે.