નિર્ણય / 6 કરોડ નોકરીયાતો માટે ખરાબ સમાચાર! મોદી સરકારે PFમાં કરેલા આ ફેરફાર થી લાગશે ઝટકો

મુખ્ય સમાચાર રાજકીય

આપના પ્રોવિડન્ડ ફન્ડ (PF) પર વ્યાજદરોને લઇને નિર્ણય લેવાયો છે. નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજદર 8.65થી ઘટાડીને 8.50 ટકા કરી દેવામાં આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)નું ટોચનું એકમ CBTની બેઠકમાં આમ નિર્ણય લેવાયો છે.

  • પ્રોવિડન્ડ ફન્ડ (PF) પર વ્યાજદરોને લઇને મોટો નિર્ણય
  • નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજદર 8.50 ટકા કરી દેવાયો
  • ઇપીએફઓ પર વ્યાજદર એક મોટો સેન્ટિમેન્ટ બુસ્ટર રહ્યો છે

સીબીટી વ્યાજદરને લઇને નિર્ણય લે છે અને આ નિર્ણય માટે નાણા મંત્રાલયની જરૂર રહે છે. કર્મચારી ભવિષ્ય નિધિના દાયરામાં આવનારા કર્મચારીઓના મુળ વેતન (મુળ વેતન+મોંઘવારી ભથ્થુ) ના 12 ટકા પીએફમાં જાય છે. આટલુ યોગદાન કંપની પણ આપે છે. જોકે, કંપનીના 12 ટકા યોગદાનમાંથી 8.33 ટકા EPS (Employee Pension Scheme) માં જાય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ તેમા મુળ વેતનના 1.16 ટકા યોગદાન આપે છે.

પીએફ પર વ્યાજદરની શું પડશે અસર

EPFO પોતાના એનુઅલ એક્રુઅલ્સનો 85 ટકા ભાગ ડેટ માર્કેટમાં અને 15 ટકા ભાગ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ દ્વારા ઇક્વિટીઝમાં લગાવે છે. ગત વર્ષે માર્ચના અંતમાં ઇક્વિટીઝમાં EPFOનું કુલ રોકાણ 74,324 કરોડ રૂપિયા હતું અને તેને 14.74 ટકાનું રિટર્ન મળ્યું હતું. જોકે, સરકારે એમ પણ ધ્યાન રાખવું પડશે કે પીએફ પર વ્યાજદર ઘટવાથી કર્મચારીઓનું સેન્ટિમેન્ટ ખરાબ થશે. કેમકે હવે તેઓને ઓછો નફો મળશે.

ક્યારે કેટલો હતો વ્યાજદર

  • નાણાકીય વર્ષ 2019-20માં વ્યાજદર 8.50 %
  • નાણાકીય વર્ષ 2018-19માં વ્યાજદર 8.65 %
  • નાણાકીય વર્ષ 2017-18માં વ્યાજદર 8.55 %
  • નાણાકીય વર્ષ 2016-17માં વ્યાજદર 8.65 %