ચિદમ્બરમના આગોતરા જામીન અંગે આજે થશે હાઈકોર્ટમાં સુનાવણી

મુખ્ય સમાચાર રાજકીય

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની જામીનની અરજીને લઈને આજે દિલ્હી હાઈકોર્ટમાં નિર્ણય લેવામાં આવશે. ચિદમ્બરમે પોતાને ન્યાયિક હિરાસતમાં મોકલવાના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં હાલ સુધી અન્ય કોઈ આરોપી પકડાયા નથી તો તેમને પણ જામીન મળી જવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમની પૂછપરછ પણ પૂર્ણ થઈ ચૂકી છે.

  • કોગ્રેસ નેતા પી. ચિદમ્બરમે પોતાને ન્યાયિક હિરાસતમાં મોકલવાના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યો.
  • હાઈકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી 20 ઓગસ્ટે નકારી દીધી હતી.
  • સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે તેમને આગોતરા જામીન આપવાની મનાઈ કરી હતી. અગાઉ પણ હાઈકોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમના આગોતરા જામીન 20 ઓગસ્ટે નકાર્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે મની લોન્ડ્રિંગ કેસમાં આગોતરા જામીન આપવાની મનાઈ કરી હતી. તો એરસેલ મેક્સિસ ડીલ કેસમાં અન્ય અદાલતે ચિદમ્બરમ અને તેમના દીકરાને આગોતરા જામીન આપ્યા હતા.

સીબીઆઈએ આઈએનએક્સ મીડિયાને વિદેશી રોકાણને માટે વિદેશી નિવેશ સંવર્ધન બોર્ડ (એફઆઈપીબી)ની પરવાનગી મેળવવામાં કથિત અનિયમિતતાના આરોપમાં 15 મે 2017ના રોજ એફઆઈઆર નોંધાવી હતી.

સીબીઆઈનો આરોપ છે કે જ્યારે આઈએનએક્સ મીડિયાને 2007માં 305 કરોડના વિદેશી રોકાણની અનુમતિ અપાઈ ત્યારે પી. ચિદમ્બરમ નાણામંત્રી હતી. ત્યારબાદ 2017માં જ ઈડીએ સીબીઆઈની એફઆઈઆરના આધારે મની લોન્ડ્રિંગ કેસ દાખલ કર્યો હતો.