કાશ્મીર મામલે પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, માલદીવે આપ્યો આ સણસણતો જવાબ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

દેશનાં જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા પછી પાડોશી દેશ પાકિસ્તાન બોખલાયું છે. તે આ મામલે વિશ્વનાં અનેક દેશો સહિત UN માં મુદ્દો ઉઠાવી રહ્યો છે. અને દરેક ક્ષેત્રે તેને ધોબીપછાડ મળી રહી છે. ત્યારબાદથી પાકિસ્તાન રઘવાયું અને બોખલાયેલું છે.

માલદિવે આપ્યો આ જવાબ

તે વિશ્વના જુદા જુદા દેશોની સામે કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યો છે, પરંતુ દરેક જગ્યાએ તેનો પરાજય થઈ રહ્યો છે. ત્યારે તેને અન્ય દેશે પણ આંચકો આપ્યો છે. તે દેશ છે માલદીવ્સ. માલદીવના વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહિદ અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન અબ્દુલ્લા શાહિદે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાનો નિર્ણય ભારતનો આંતરિક નિર્ણય છે. તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન અને ભારત બંને માલદીવના ગાઢ મિત્રો અને દ્વિપક્ષીય ભાગીદાર છે. તેમણે શાંતિપૂર્ણ માધ્યમથી મતભેદોના સમાધાનના મહત્વ પર ભાર મૂક્યો હતો.