પીએમ મોદી બહેરિન પહોંચ્યા છે. અહીં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે ભારત અને બહેરિનના સંબંધોની વાત કરી હતી. મોટી સંખ્યામાં ભારતીયોને જોઇને મોદીએ કહ્યું કે મને લાગે છે હું ભારતમાં જ છું.
મોદીએ કહ્યું અહીં પણ કૃષ્ણ ભગવાનની મોરલી તમારા હ્રદયમાં ગુંજતી હશે. મારું સૌભાગ્ય છે કે કાલે હું શ્રીનાથજીના મંદિર જઇને તમારા અને યજમાન દેશની સમૃદ્ધિ અને શાંતિની કામના કરીશ. આ સમગ્ર વિસ્તારમાં સૌથી જૂનું મંદિર છે. તાજેતરમાંજ શ્રીનાથજીના આ મંદિરને 200 વર્ષ થયા છે. મને જાણકારી છે કે કેવા પ્રકારે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે તમે અને ભારતથી આવેલા ભક્તોએ આ અવસર મનાવ્યો. કે કાલે આ મંદિરના પુનર્વિકાસનું કામ પણ ઔપચારિક રૂપે શરુ કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું, જ્યારે પણ હું અહીની સરકારના મિત્રો અને અહીં વસેલા ભારતીયોના વખાણ સાંભળું છું ત્યારે હ્રદય ખુશીથી છલકાઇ જાય છે. અહીંના રોયલ હાઇનેસ તમારા એટલા વખાણ કરતા હતા. વખાણ તમારા થઇ રહ્યા હતા, વાત તમારા સંસ્કાર અને પુરુષાર્થની હતી અને છાતી મારી પહોળી થતી હતી. ભારતીયોની ઇમાનદારી, નિષ્ઠા, કર્મશીલતા અને અહીના સામાજિક -આર્થિક જીવનમાં તમારા યોગદાનને જોઇને અપાર સદભાવના છે. તમે મહેનતથી તમારી જગ્યા બનાવી છે. સૌથી મોટી વાત છે તમે અહીંના લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આ ગુડવીલને તમારે વધુ મજબૂત કરવાની છે. ભારતના વિકાસમાં પણ તમારું યોગદાન પ્રશંશનીય છે.
ન્યૂ ઇન્ડિયામાં કોઇને માળખાગત જરૂરિયાતો માટે ભટકવું ન પડે તેના માટે ઘણા કામ થઇ રહ્યાં છે. આજે જ્યારે તમે ભારતમાં તમારા પરિવારજનોથી વાત કરો છે ત્યારે તમે પરિવર્તન મહેસૂસ કરો છો. હું તમને પૂછવા માગુ છું. શું તમને આ બદલાવ મહેસુસ થાય છે ? ભારતના તેવર અને ક્લેવર બદલતા દેખાઇ રહ્યા છે ? ભારત અને ભારતીયોનો સેલ્ફ કોન્ફિડન્સ વધ્યો છે કે નહીં? આખમાં આખ મિલાવીને વાત કરી રહ્યા છીએ કે નહીં? આ બધુ એટલા માટે થાય છે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં સામાન્ય માનવીના જીવનને આસાન બનાવવા પર કામ થયું છે. દેશના કરોડો ગરીબ પરિવારો માટે ઘર બનાવવામાં આવ્યાં. ઘરમાં ટોઇલેટ, વીજળી, ગેસ કનેક્શન જેવી મૂળભુત સુવિધા પહોંચાડવાનું બીડુ ઉપાડ્યું છે. આજે ભારતનો લગભગ દરેક પરિવાર બેન્કિંગથી જોડાયેલો છે. મોબાઇલ ફોન, ઇન્ટરનેટ ભારતના સામાન્યથી સામાન્ય પરિવારની પહોંચમાં છે. દુનિયામાં સૌથી સસ્તો ઇન્ટરનેટ ડેટા જો ક્યાંય છે તો તે ભારતમાં છે.
5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીની વાત
મોદીએ કહ્યું, લગભગ 50 કરોડ ભારતીયોને 5 લાખ સુધીના મફત ઇલાજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ જ એ બદલાવ છે જેના કારણે 130 કરોડ ભારતીયોએ પહેલાથી પણ મોટા જનાદેશથી આ સરકારને પસંદ કરીને ફરી એકવાર તમારી સેવા કરવાનો અવસર આપ્યો છે. દરેક ભારતીયને વિશ્વાસ છે કે ભારતીયોના સપના પૂરા થઇ શકે છે. સંકલ્પ સિદ્ધ થઇ શકે છે. ભારતની આ જ આશ, વિશ્વાસના દમ પર તમારો આ સેવક નવા નવા સંકલ્પોને સિદ્ધ કરવામાં લાગેલો છે. ભારત આજે આગળ વધી રહ્યું છે તો માત્ર સરકારની કોશિષોથી નહિં પરંતુ કરોડો ભારતીયોની ભાગીદારીથી આગળ વધી રહ્યો છે. આવનારા દિવસોમાં ઇકોનોમીની સાઇઝ ડબલ કરવાના પ્રયાસ કરીશુ. 5 ટ્રિલિયન ડોલરનો ટાર્ગેટ અમે સામે રાખ્યો છે. અમારા માટે 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી માત્ર આંકડો નથી પરંતુ સામાન્ય ભારતીયને સશક્ત કરવાનું માધ્યમ છે. અર્થવ્યવસ્થા બમણી થશે તો દરેક ભારતીય પરિવારની આવક પણ વધશે. સામાન્ય વ્યક્તિની ખરીદશક્તિ વધશે. 5 ટ્રિલિયન ડોલના આ પડાવ પર પહોંચવા માટે આપણી પાસે પોટેન્શીયલ પણ છે અને પ્લાન પણ છે. પસીનો વહેડાવવાની પૂરી તૈયારી પણ છે. આ લક્ષ્ય માટે હજુ કામ શરુ નથી કર્યું પણ છેલ્લા પાંચ વર્ષમાં મજબૂત પાયો બનાવી નાખ્યો છે. દરેક ગ્લોબલ રેન્કિંગમાં આજે ભારત વ્યાપક સુધારો કરી રહ્યા છે. ગ્લોબલ ઇનોવેટિવ ઇન્ડેક્સની રેન્કિંગ, ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં પણ ભારતે સુધાર કર્યો છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પણ અમારો લક્ષ્ય ટોપ 50 દેશમાં આવવાનો છે. તેનું જ પરિણામ છે કે આજે રેકોર્ડ સ્તર પર એફડીઆઇ આવી રહ્યું છે.
બહેરિનમાં પણ રૂપે કાર્ડ ચાલશે
આજે ડેટાનો વ્યાપક ખજાનો છે. ડિજીટલ ટ્રાન્ઝેક્શનના ભારતીય મોડલની ચર્ચા આજે પુરી દુનિયામાં થઇ રહી છે. ભીમ એપ, જનધન ખાતા જેવી સુવિધાએ ભારતમાં સામાન્ય માનવી માટે બેન્કિંગ સુલભ કરી દીધી છે. હવે રુપે કાર્ડને દુનિયાભરની બેન્ક અને વેપારી સ્વીકારી રહ્યા છે. મને ખુશી છે કે બહેરિનમાં પણ ટૂંક સમયમાંજ રૂપે કાર્ડથી તમે લેવડદેવડ કરી શકશો. આજે અહીં રૂપે કાર્ડના ઉપયોગ માટે MoU સાઇન થયું છે. તેનાથી તમે કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી શકશો. તેનાથી ભારતમાં તમે રૂપિયા મોકલવાની સુવિધા મેળવી શકશો. તેનાથી તમારો ખર્ચો પણ ઓછો થશે. તમે બહેરિનના મિત્રોને કહી શકશો કે પે વિથ રૂપે. અમુક સમય પહેલા અહીં રૂપિયો ચાલતો હતો. હવે થોડા દિવસો બાદ અહીં રૂપે કાર્ડ ચાલવાનું શરુ થઇ જશે. રૂપે કાર્ડ ભારતની એ વ્યવસ્થાઓ પૈકી એક છે જે સમગ્ર દેશને સીમલેસ કનેક્ટિવીટી આપી રહ્યા છે. ભારત વન નેશન વન કાર્ડ તરફ આગળ વધી રહ્યો છે. આજે આખા ભારતમાં પાવર સપ્લાય માટે વન નેશન વન ગ્રીડ છે. સમગ્ર ભારત માટે જીએસટીના રૂપમાં વન નેશન, વન ટેક્સ છે. એવી તમામ વ્યવસ્થાઓ છે ભારતમાં જીવન અને વેપારને આસાન કરવા બનાવવામાં આવી રહી છે. મહત્પૂર્ણ વાત એ છે કે આ તમામ સોલ્યુશન ભારતમાં જ બની રહ્યા છે. ભારત આજે લોકલ સોલ્યુશન ફોર ગ્લોબલ એપ્લિકેશન એ વિચાર પર ગંભીરતાથી કામ કરી રહ્યું છે. ભારતે દુનિયા સામે તેના સામર્થ્યને દેખાડ્યું છે. આજે ભારતની પ્રતિભા ભારતની વૈશ્વિક ઓળખ બની રહી છે. ભારત તેમજ દુનિયા માટે એવા ચમત્કાર કરી રહ્યા છે કે જેનાથી સૌ કોઇ અચંબિત છે. વિશ્વના મોટા પ્રોજેક્ટમાં ભારતીય પ્રતિભા દેખાઇ રહી છે.
આપણે બજેટ નહિં, બેજોડ ઇચ્છાશક્તિથી કામ કરીએ છીએ- મોદી
7 સપ્ટેમ્બરના ભારતનું ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરશે. ભારતના આ સ્પેસ મિશનની પુરી દુનિયા આજે ચર્ચા કરી રહી છે. ઇસરોના વૈજ્ઞાનિકોની ક્ષમતાની સમગ્ર દુનિયામાં પ્રશંશા થઇ રહી છે . દુનિયા હેરાન છે કે આટલા સિમિત બજેટમાં માત્ર પોતાની સ્કિલ અને અનુશાસનના દમ પર આ પરિણામ કેવી રીતે મેળવી રહ્યા છીએ. અસલમાં આ જ આપણી તાકાત છે અને આજ આપણો લાભ પણ છે. આપણે મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બજેટ નહિં, બેજોડ ઇચ્છાશક્તિ પર ભરોસો કરીએ છીએ. છેલ્લા પાંચ વર્ષમાં અમારી કોશિષ રહી છે કે દેશના 130 કરોડ ભારતીયો સાથે વિદેશોમાં રહેતા ભારતીયોનું માથુ પણ હંમેશા ઉંચુ રહે. તમારા જેવા લાખો ભારતીય સમગ્ર વિશ્વ સાથે ભારતના સંબંધોની મજબૂત કડી છો. આજે જો ભારત દુનિયાને સન્માનની નજરથી જૂએ છે તેની પાછળ એક કારણ તમારા જેવ લાખો સાથીઓ છે. હું તમને આશ્વસ્થ કરું છું કે ભારત સરકાર જેવી રીતે તમારા સારા ખરાબ સમયમાં તમારી સાથે ઉભી રહી છે, આગળ પણ પુરી મજબૂતી સાથે તમારી સેવા માટે તૈયાર મળશે.
બહેરિનના મિત્રોને ભારત લાવવા મોટિવેટ કરો
2022માં આપણો આઝાદ ભારત 75 વર્ષનો થઇ જશે. આ અગત્યના પડાવ માટે દરેક ભારતીયએ અમુક સંકલ્પ લીધા છે. તમને પણ મારો આગ્રહ છે કે તમે તમારા સ્તર પર નવા સંકલ્પ લઇને ચાલો. જેમકે તમે નક્કી કરો કે દરેક વ્યક્તિ દર વર્ષે તેના અમુક બહેરિનના સાથીઓને ભારતના ટૂર માટે મોટિવેટ કરશે. ભારતના સુંદર હિલ સ્ટેશનથી લઇને સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરના દર્શન કરાવશે. ભારતના ટુરીઝમ વિશે તમારા બહેરિનના મિત્રો સાથે ચર્ચા કરો. આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ દેશ મનાવશે. આમ તો આ ઉત્સવ બહેરિન સહિત સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવશે પરંતુ ગાંધીજીથી સાચા અર્થમાં જોડાવા માટે ભારતથી વધુ સારી જગ્યા કઇ હશે. મને કહેવામાં આવ્યું કે અહીંના યુવાનોએ તેમના સમુદ્રોને સાફ કરવાનું અભિયાન છેડ્યું છે. આ અભિયાનમાં તમે પણ જોરશોરથી ભાગ લો. ભારતમાં પણ અમે સ્વચ્છતાને લઇને એક વ્યાપક અભિયાન શરુ કર્યું છે. અમે નક્કી કર્યું છે કે 2022 સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ અપાવીશું. પાણીને બચાવવા અને દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે એક મોટુ મિશન શરુ કર્યું છે. તમે પણ તેમા સક્રિયતાથી ભાગ લઇ શકો છો. તમારા પૈતૃક ગામડાઓના કૂવા , તળાવોને સક્રિય કરવા તમે તેમને દત્તક લઇ શકો છો.
અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી
ભારત અને બહેરિન બન્ને સંભાવનાઓથી ભરેલી પ્રાચીન સભ્યતા અને આધુનિક રાષ્ટ્ર છે. એક તરફ બહેરિન ઉત્સાહ અને ઉમંગથી ભરેલો છે. દેશ જનમાષ્ટમીનો ઉત્સવ મનાવી રહ્યો છે. આ સમયે મારી અંદર એક દર્દ દબાવીને તમારી વચ્ચે ઉભો છું. વિદ્યાર્થી સમયથી જે મિત્ર સાથે સાર્વજનિક જીવનના એક પછી એક પગલા સાથે ચાલ્યા. રાજકીય યાત્રા સાથે ચાલી . દરેક પળ એકબીજા સાથે જોડાયેલા રહેવું અને સાથે મળીને ઝઝુમતા રહેવું, સપનાઓને સજાવવા, તેમને નિભાવવાનીએક લાંબી સફર જે મિત્ર સાથે હતી તે અરુણ જેટલી ભારતના પૂર્વ રક્ષામંત્રી, નાણામંત્રી, આજે તેમણે દેહ છોડી દીધો. હું કલ્પના નથી કરી શકતો કે હું આટલો દૂર અહીં બેઠો છું અને મારો એક મિત્ર જતો રહ્યો. અને આ ઓગષ્ટ મહિનો. અમુક દિવસો પહેલા બહેન સુષમા જતા રહ્યાં અન આજે મારો મિત્ર અરુણ જતો રહ્યો. હું આજે બહેરિનની ધરતીથી ભાઇ અરુણને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. તેમને નમન કરું છું. તેમના પરિવારજનોને આ દુખની ક્ષણમાં ઇશ્વર શક્તિ આપે તે પ્રાર્થના કરું છું.

