મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપ સાથે આકરી સોદાબાજી કરવાની તૈયારીમાં

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવતાં જ શિવસેનાએ આકરી સોદાબાજીની શરૂઆત કરી છે. તે ‘મોટાભાઇ’ બનવાના મૂડમાં હોય તેમ લાગે છે. શિવસેનાએ કહ્યું છે કે ચર્ચાઓ થવી જોઇએ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી કરવું જોઇએ. તેણે સમર્થન આપવા બદલ મહારાષ્ટ્રના લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ પરિણામો બાદ તેમનો અસલ રંગ બતાવ્યો છે. એક પત્રકાર પરિષદને સંબોધતાં શિવસેના વડાએ કહ્યું હતું કે ૫૦-૫૦ ફોર્મ્યૂલા અમલી કરવાનો સમય આવી ગયો છે. ભાજપ સાથે અમારે આ પ્રકારે જ નક્કી થયું હતું. ભાજપ અને તેના વડા અમિત શાહે લોકસભાની ચૂંટણી દરમિયાન પત્રકાર પરિષદમાં શું વચન આપ્યું હતું તેની વાત પણ કરી હતી તેના પર પ્રકાશ પાડ્યો હતો.

શિવસેનાએ ઉમેર્યું હતું કે ચર્ચાઓ થવી જોઇએ અને મહારાષ્ટ્રનો સીએમ કોણ બનશે તે અંગે નક્કી થવું જોઇએ. લોકોએ સભાનતાપૂર્વક મતદાન કર્યું છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું. નક્કી કરેલો ફોર્મ્યૂલા અમલી બનાવવાનો સમય આવી ગયો છે. જો અમિતજી ઇચ્છે તો તેઓ ફરી આવી શકે છે.
પોતાના પુત્ર આદિત્ય ઠાકરેના વિજય પર ગર્વ અનુભવતા ઉદ્ધવે કહ્યું હતું કે ‘એક પિતા તરીકે હું ગૌરવાન્વિત છું. લોકોએ તેમને એટલો પ્રેમ આપ્યો તે જોઇને ખુશ છું.’