ફૂટબોલ નેશનલ ટુર્નામેન્ટમાં અંડર 17 ગર્લ્સમાં પ્રથમવાર ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોચી

ખેલ-જગત મુખ્ય સમાચાર

રાજસ્થાન ના અજમેર ખાતે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટ માં ગુજરાત ની દીકરીઓ એ ઝારખંડ ને સેમી ફાઈનલ માં હરાવી ફાઈનલ માં પ્રવેશ મેળવ્યો છે. આવતીકાલે ફાઈનલ મેચ માં ગુજરાત ની દીકરીઓ નો મુકાબલો હરિયાણા ની ટીમ સાથે થશે. ગુજરાત સરકાર ની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ખેલાડી બહેનોને તાલીમ માટે સરકાર તરફથી વિનામૂલ્યે આવાસ ભોજન કોચિંગ સહિત ની સુવિધાઓ આપવામાં આવે છે.