દિલ્હી હિંસામાં 15થી વધારે બાંગ્લાદેશીઓ સામેલ હોવાના પૂરાવા: SIT રિપોર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે થયેલા વિરોધ હિંસક પ્રદર્શનને લઇને SIT દ્વારા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. SITએ દાવો કર્યો છે કે, દિલ્હીના હિંસક પ્રદર્શનોમાં લગભગ 15થી વધારે લોકો બાંગ્લાદેશીઓ સામેલ હતા. એસઆઇટીની તપાસ મુજબ દિલ્હી તોફાનોમાં સામેલ આ બાંગ્લાદેશીઓ ભારતમાં આરોપીઓ છે કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. હાલમાં તેમની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે. 

દિલ્હી તોફાનોની તપાસ પછી SITએ ખુલાસો કર્યો હતો કે સીમાપુરી વિસ્તારમાં 20 ડિસેમ્બર, શુક્રવારની નમાજ પછી ફાટી નીકળેલા તોફાનોમાં ઉપદ્રવીઓની ભીડમાં આશરે 15થી વધારે બાંગ્લાદેશીઓ સામેલ હતા. આ મામલે SIT તિહાડ જેલ જઇને દિલ્હી તોફાનો દરમિયાન ધરપકડ કરાયેલા આશરે 55 ઉપદ્રવીઓની પૂછપરછ કરશે.

SITના રિપોર્ટમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે દિલ્હી તોફાનોમાં ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ના લગભગ 15થી વધારે કાર્યકર્તાઓ સામેલ હતા, હાલમાં તેમની વિરુદ્ધ પૂરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ સિવાય દિલ્હીમાં હિંસા ભડકાવવા માટે થયેલી ફન્ડિંગ અને લોજીસ્ટીક સ્પોર્ટના કેટલાક પૂરાવાઓ પણ SITના હાથે લાગ્યા છે. જેના વિશે સંપૂર્ણ માહિતી ટૂંક જ સમયમાં કરવામાં આવશે.