લોકસભાની જાહેર થયેલી ચૂંટણી દરમિયાન દારૂની હેરાફેરી પર વધી રહેલ ઘોંચના કારણે હવે વિવિધ તરકીબો અજમાવવામાં આવી રહી છે. શરીર પર સેલોટેપથી દારૂની બોટલો બાંધીને વડોદરામાં દારૂનો જથ્થો ઘુસેડવાનો પ્રયાસ કરતી સાત મહિલાઓને હાઇવે પરથી પકડી પાડવામાં આવી છે. તેમની પાસેથી ૩૩૨ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા નજીક હાઇવે પર ગોલ્ડન ચોકડી પાસે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એન.જી. ચૌધરી તેમની ટીમ સાથે ચેકીંગમાં હતા ત્યારે સાત મહિલાઓની શંકાસ્પદ હીલચાલના આધારે અટકાયત કરવામાં આવી હતી.

