મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં સુરત- ભુસાવળ રેલ્વે લાઈન ઉપર બપોરના સમયે ગીતાંજલી એક્સપ્રેસ ટ્રેનની બોગીના જનરેટરમાં આગ લાગી હતી. જે આગળ ડબ્બામાં પણ આગ પ્રસરી રહી હતી. આગના ધુમાડાથી મુસાફરોમાં ડરનો માહોલ પેદા થયો હતો. અને એક્સપ્રેસ ટ્રેનનું ચેઈન પુલિંગ કરીને ગાડીને જલગાંવ જિલ્લાના શિરસોલી રેલવે સ્ટેશન ઉપર ઉભી રાખી દેવામાં આવી હતી. તાત્કાલિક ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, થોડા સમય માટે સુરત-ભુસાવળ રેલવે લાઈન પર ટ્રેન વ્યહાર ઠપ્પ થઈ ગયો હતો.
